નાગાલેન્ડના રાજ્યપાલ આચાર્ય બોલ્યા - નેફ્યૂ રિયોની પાસે છે બહુમત, તેણે સરકાર બનાવવી જોઈએ

રાજ્યપાલ પીબી આચાર્યએ કહ્યું કે, તેમણે રિયોનું પોતાનું સમર્થન કરી રહેવા તમામ 32 ધારાસભ્યોના હસ્તાક્ષર આવતીકાલ સુધી સોંપવાનું કહ્યું છે. 

 નાગાલેન્ડના રાજ્યપાલ આચાર્ય બોલ્યા - નેફ્યૂ રિયોની પાસે છે બહુમત, તેણે સરકાર બનાવવી જોઈએ

કોહિમાઃ નેફ્યૂ રિયો સાથે મુલાકાત બાદ નાગાલેન્ડના રાજ્યપાલ પીબી આચાર્યએ કહ્યું કે, એનડીપીપી નેતા રિયોની પાસે બહુમત છે અને તેમણે સરકાર બનાવવી જોઈએ. એનડીપીપી નેતા રિયોએ 60 સભ્યોવાળી વિદાનસભામાં 32 ધારાસભ્યોનું સમર્થનનો દાવો કર્યો છે. આચાર્યએ કહ્યું કે, તેમણે રિયોને તેમનું સમર્થન કરી રહેલા તમામ 32 ધારાસભ્યોના હસ્તાક્ષર આવતીકાલ સુધીમાં સોંપવાનું કહ્યું છે. બીજેપીના સહયોગી નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે રાજ્યપાલ સાથે મુલારાત દરમિયાન રિયોએ તે કહ્યું નાગાલેન્ડમાં સરકાર રચવાનો દાવો કર્યો તેમની પાસે 32 ધારાસભ્યોનું સમર્થન છે. આ મુલાકાત બાદ આચાર્યએ કહ્યું કે રિયોની પાસે બહુમત છે અને તેમણે સરકાર બનાવવી જોઈએ. 

એનડીપીપી મહાસચિવ અબૂ મેથાએ જણાવ્યું કે તેમની પાર્ટી અને બીજેપી ક્રમશઃ 18 અને 12 સીટો જીતી છે. તથા જયદૂ ધારાસભ્ય જી કૈતો  અને એક અપક્ષ ધારાસભ્ય તોંગપાંગ ઓજુકુમે આ ગઠબંધનનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે રિયો એનડીપીપીના અધ્યક્ષ વિંગવાંગ કોનયાક, પ્રદેશ બીજેપી અધ્યક્ષ વિસાસોલી લોંગુ, જયદૂ ધારાસભ્ય અને અપક્ષ એમએલએ સાથે રાજ્યપાલને મળ્યા. રિયો ત્રણ વખત મુખ્યપ્રદેશ રહી ચૂક્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news