ભારત લાવવામાં આવશે Nirav Modi, બ્રિટનની કોર્ટમાં 2 વર્ષ સુધી ચાલેલી લડાઈમાં અત્યાર સુધી શું-શું થયું?

PNB Scam Case: બ્રિટન સરકારે નીરવ મોદીને ભારતને સોંપવાની મંજૂરી આપી દીધી છે પરંતુ હજુ પણ તેની પાસે બે વિકલ્પ બાકી છે. મોદી વિજય માલ્યાવાળો રસ્તો અપનાવી શકે છે

ભારત લાવવામાં આવશે Nirav Modi, બ્રિટનની કોર્ટમાં 2 વર્ષ સુધી ચાલેલી લડાઈમાં અત્યાર સુધી શું-શું થયું?

નવી દિલ્લી: પંજાબ નેશનલ બેંક (Punajb National Bank) સાથે છેતરપિંડી કરનારા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી (Nirav modi) ને ભારત લાવવાનો રસ્તો ચોખ્ખો થઈ ગયો છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સનની ભારત યાત્રા પહેલાં ત્યાંના ગૃહમંત્રી પ્રીતિ પટેલે નીરવ મોદીના પ્રત્યર્પણ પર સહી કરી દીધા છે. ભારત માટે આ સફળતા બ્રિટનની કોર્ટમાં બે વર્ષ સુધી ચાલેલી લાંબી લડાઈ પછી મળી છે. ગયા મહિને બ્રિટિશ કોર્ટે નીરવ મોદીને ભારતને સોંપવાની માગણીને સ્વીકારી લીધી હતી. ભારત લાવવામાં આવ્યા પછી મોદી મુંબઈની આર્થર રોડ જેલમાં રહેશે.

નીરવ મોદી પર શું છે આરોપ
નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી પર આરોપ છે કે તેમણે પંજાબ નેશનલ બેંક સાથે નકલી લેટર ઓફ અંડરટેકિંગ (LOU) દ્વારા 13,600 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. તે બંને વર્ષ 2018થી ફરાર હતા. જેના પછી આ મામલાનો ખુલાસો થયો હતો.

ક્યારે શું-શું થયું:

  • 29 જાન્યુઆરી 2018: પંજાબ નેશનલ બેંકે નીરવ મોદી, મેહુલ ચોક્સી અને અન્ય આરોપીઓ સામે 281 કરોડ રૂપિયાની છેતરપિંડીની પોલીસમાં ફરિયાદ કરી.
  • 5 ફેબ્રુઆરી 2018: કેન્દ્રીય તપાસ એજન્સી (CBI)એ છેતરપિંડીના મામલાની તપાસ શરૂ કરી.
  • 16 ફેબ્રુઆરી 2018: EDએ નીરવ મોદીના ઘર અને ઓફિસમાંથી 5674 કરોડ રૂપિયાની કિંમતના હીરા, સોનુ અને ગોલ્ડ જ્વેલરી જપ્ત કરી.
  • 17 ફેબ્રુઆરી 2018: CBIએ આ મામલે પહેલી ધરપકડ કરતાં PNBના બે કર્મચારીઓ અને નીરવ મોદીના એક્ઝીક્યૂટીવ્સને કસ્ટડીમાં લીધા.
  • 17 ફેબ્રુઆરી 2018: સરકારે PNB ગોટાળામાં ખુલાસા પછી નીરવ મોદી-મેહુલ ચોક્સીના પાસપોર્ટને 4 અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધો.
  • 21 ફેબ્રુઆરી 2018: CBIએ નીરવ મોદીની કંપનીના CFO અને કંપનીના બે અન્ય વરિષ્ઠ એક્ઝીક્યૂટીવ્સની ધરપકડ કરી. સાથે જ અલીબાગમાં આવેલ ફાર્મ હાઉસને સીલ કરી દીધો.
  • 22 ફેબ્રુઆરી 2018: EDએ નીરવ મોદી અને તેની કંપનીની 9 લક્ઝરી કારને જપ્ત કરી.
  • 27 ફેબ્રુઆરી 2018: મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદી સામે જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું.
  • 2 જૂન 2018: ઈન્ટરપોલે મની લોન્ડરિંગ કેસમાં નીરવ મોદી સામે રેડ કોર્નર નોટિસ જાહેર કરી.
  • 25 જૂન 2018: ED મુંબઈની વિશેષ કોર્ટમાં પહોંચી અને નીરવ મોદીના પ્રત્યર્પણની માગણી કરી.
  • 3 ઓગસ્ટ 2018: ભારત સરકારે બ્રિટનના અધિકારીઓ સાથે નીરવ મોદીને પ્રત્યર્પિત કરવાનો આગ્રહ કર્યો.
  • 20 ઓગસ્ટ 2018: CBIના અધિકારીઓએ ઈન્ટરપોલ માન્ચેસ્ટરને નીરવ મોદીની ધરપકડ કરવા કહ્યું.
  • 27 ડિસેમ્બર 2018: બ્રિટને ભારતને જાણ કરી કે નીરવ મોદી તેમના જ દેશમાં રહે છે.
  • 9 માર્ચ 2019: બ્રિટિશ વર્તમાનપત્ર ધ ટેલીગ્રાફે નીરવ મોદી બ્રિટનમાં હોવાના પૂરાવા આપ્યા.
  • 9 માર્ચ 2019: EDએ જણાવ્યું કે બ્રિટનની સરકારની આગળની પ્રક્રિયા માટે કોર્ટમાં પ્રત્યર્પણ માટે આગ્રહ કર્યો.
  • 18 માર્ચ 2019: બ્રિટનના ગૃહ વિભાગે ભારત સરકારના આગ્રહથી લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં નીરવ મોદી સામે અરેસ્ટ વોરંટ જાહેર કર્યું.
  • 20 માર્ચ 2019: નીરવ મોદીની લંડનમાંથી ધરપકડ કરવામાં આવી અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો.
  • 20 માર્ચ 2019: નીરવ મોદીને વેન્ડ્સવર્થ જેલમાં મોકલવામાં આવ્યો.
  • 29 માર્ચ 2019: લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટે તેની બીજી જામીન અરજી ફગાવી દીધી.
  • 26 એપ્રિલ 2019: નીરવ મોદીને વીડિયો લિંકના માધ્યમથી જેલમાં રજૂ કરવામાં આવ્યો.
  • 8 મે 2019: ત્રીજી વાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી.
  • 12 જૂન 2019: બ્રિટનની કોર્ટે ચોથી વખત નીરવ મોદીની જામીન અરજી ફગાવી દીધી.
  • 22 ઓગસ્ટ 2019: નીરવ મોદીની રિમાન્ડને વધારીને 19 સપ્ટેમ્બર સુધી કરી દીધી.
  • 6 નવેમ્બર 2019: બ્રિટનની કોર્ટે મોદીની નવી જામીન અરજી ફગાવી દીધી.
  • 11 મે 2020: PNB છેતરપિંડીમાં બ્રિટનમાં નીરવ મોદી સામે પાંચ દિવસના પ્રત્યર્પણની સુનાવણી શરૂ થઈ.
  • 13 મે 2020: ભારત સરકારે મની લોન્ડરિંગ કેસમાં મોદી સામે વધારે પૂરાવા એકઠા કર્યા.
  • 7 સપ્ટેમ્બર 2020: બ્રિટનની કોર્ટને મુંબઈના આર્થર રોડ જેલને વીડિયોના માધ્યમથી બતાવવામાં આવી.
  • 1 ડિસેમ્બર 2020: નીરવ મોદીની રિમાન્ડને વધારવામાં આવી અને ફરી સુનાવણી 2021થી શરૂ થઈ.
  • 8 જાન્યુઆરી 2021: બ્રિટનની કોર્ટે કહ્યું કે નીરવ મોદીને પ્રત્યર્પિત કરવાના મામલામાં 25 ફેબ્રુઆરીએ નિર્ણય સંભળાવવામાં આવશે.
  • 25 ફેબ્રુઆરી 2021: કોર્ટે કહ્યું કે નીરવ મોદીને ભારત પ્રત્યર્પિત કરી શકે છે

આ પણ વાંચો:- કોરોનાકાળમાં આ 10 વસ્તુ તમારા ઘરમાં ખાસ હોવી જોઈએ, વાયરસથી બચવા કામ લાગશે

જોકે નીરવ મોદીની પાસે હજુ પણ બચવાના વિકલ્પ છે. તેની પાસે પ્રત્યર્પણ સામે અપીલ કરવાનો 14 દિવસનો સમય છે. નીરવ મોદી નીચલી કોર્ટના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારી શકે છે. જો તેની અપીલ માની લેવામાં આવશે તો તે હાઈકોર્ટમાં કેસ લડશે. પરંતુ જો હાઈકોર્ટ પણ તેના પ્રત્યર્પણની મંજૂરી આપે છે તો તે બ્રિટનમાં શરણ લેવા માટે અરજી કરી શકે છે. તેની પહેલાં પ્રીતિ પટેલે ફેબ્રુઆરી 2019માં વિજય માલ્યાના પ્રત્યર્પણ પર પણ સહી કરી હતી. પરંતુ તેણે શરણ લેવા માટે અરજી કરી દીધી હતી. તેવી જ રીતે જો નીરવ મોદી કરશે તો તેની અરજી પર વિચાર કરવા જેટલો સમય લાગે છે, ત્યાં સુધી તેને ભારત માટે પ્રત્યર્પિત કરવું મુશ્કેલ બની જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news