Bihar Election : પીએમ મોદીએ બિહારની જનતાને લખ્યો ખાસ પત્ર, કહ્યું- નીતીશ સરકારની છે જરૂર

pm modi wrote letter to people of bihar : બિહાર વિધાનસભા ચૂંટણી 2020 (Bihar Election 2020)ના ત્રીજા અને છેલ્લા તબક્કાના મતદાન માટે ગુરૂવારે પ્રચારનો છેલ્લો દિવસ હતો. અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ બિહારના ભાઈઓ અને બહેનોને પત્ર લખ્યો છે. પીએમ મોદીનો આ પત્ર બિહાર ચૂંટણીને લઈને છે, જેમાં તેમણે એનડીએના વિકાસ કાર્યો વિશે જણાવ્યું છે. 

Bihar Election : પીએમ મોદીએ બિહારની જનતાને લખ્યો ખાસ પત્ર, કહ્યું- નીતીશ સરકારની છે જરૂર

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી 2020 (Bihar Election 2020)ના ત્રીજા અને છેલ્લા તબક્કાના મતદાન માટે ગુરૂવારે પ્રચારનો છેલ્લો દિવસ હતો. અંતિમ તબક્કાની ચૂંટણી પહેલા પીએમ મોદીએ બિહારના ભાઈઓ અને બહેનોને પત્ર લખ્યો છે. પીએમ મોદીનો આ પત્ર બિહાર ચૂંટણીને લઈને છે, જેમાં તેમણે એનડીએના વિકાસ કાર્યો વિશે જણાવ્યું છે. પત્રને તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. ચાર પેજના આ પત્રમાં તેમણે કહ્યું, આ પત્રના માધ્યમથી તે બિહારના વિકાસ, વિકાસ માટે એનડીએ પર વિશ્વાસ અને વિશ્વાસ બનાવી રાખવા માટે એનડીએના સંકલ્પ વિશે વાત કરવા ઈચ્છુ છું. 

હકીકતમાં આ પત્રમાં તેમણે એનડીએના પક્ષમાં મતદાન કરવા અને ફરીથી નીતીશ કુમારના નેતૃત્વમાં સરકાર બનાવવાની અપીલ કરી છે. તેમણે બિહાર માટે કરવામાં આવેલા વિકાસ કાર્યોનો પણ તેમાં ઉલ્લેખ કર્યો છે. 

બિહારમાં લોકતંત્રની પ્રથમ કોપલ ફૂટી, જ્ઞાન-વિજ્ઞાન, શાસ્ત્ર-અર્થશાસ્ત્ર, દરેક પ્રકારથી બિહાર સંપન્ન રહ્યું છે. સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિકાસના મંત્ર પર ચાલતા બિહારના ગૌરવશાળી ભૂતપાળને ફરી સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે, ટકિબદ્ધ છે. 

— Narendra Modi (@narendramodi) November 5, 2020

મતદાતાઓના જોશે ભર્યો ઉત્સાહઃ પીએમ મોદી
પ્રધાનમંત્રીએ લખ્યુ કે, 'મારા પ્રિય બિહારના ભાઈઓ અને બહેનો, સાદર પ્રણામ. આજે આ પત્રના માધ્યમથી તમારી સાથે બિહારના વિકાસ, વિકાસ માટે એનડીએ પર વિશ્વાસ અને વિશ્વાસ બનાવી રાખવા માટે એનડીએના સંકલ્પ વિશે વાત કરવા ઈચ્છુ છું. પીએમ મોદીએ બિહારની જનતાને વોટની અપીલ કરતા નીતીશ કુમારના નેતૃત્વમાં સરકાર બનાવવાની વાત કરી છે. સાથે તેમણે કહ્યું કે, ડબલ એન્જિનની તાકાત બિહારને વિકાસની નવી ઉંચાઈ સુધી પહોંચાડશે.'

બિહાર ચૂંટણીમાં મારૂ ફોકસ વિકાસ પર રહ્યું
પીએમે લખ્યુ કે, સાથીઓ, આ આપણા બધા માટે ગર્વનો વિષય છે કે બિહાર ચૂંટણીનું સંપૂર્ણ ફોકસ વિકાસ પર કેન્દ્રીત રહ્યું. એનડીએ સરકારે પાછલા વર્ષમાં જે કાર્યો કર્યા, તેનું અમે ન માત્ર રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું, પરંતુ જનતા-જનાર્દનની સામે આગળનું વિઝન રાખ્યું. લોકોને વિશ્વાસ છે કે બિહારનો વિકાસ એનડીએ સરકાર કરી શકે છે. અવ્યવસ્થા અને અરાજકતાના વાતાવરણમાં નવ-નિર્માણ અસંભવ છે. વર્ષ 2005 બાદથી બિહારનો માહોલ બદલાયો અને નવ-નિર્માણની પ્રક્રિયાનો આરંભ થયો. સારૂ આંતરમાળખુ અને કાયદાનું રાજ, આ સામાજીક અને આર્થિક સંપન્નતા માટે અનિવાર્ય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news