શાહને ઠાકરેએ આપ્યો જવાબ, કહ્યું- શિવસેનાને હરાવનાર હજુ સુધી કોઇ પેદા નથી થયો
ભગવાન હનુમાનની જાતી વિશે ચર્ચા કરનાર પર તીખા પ્રહાર કરતા ઠાકરેએ કહ્યું કે જો આ રીતની ટિપ્પણી કોઇ અન્ય ધર્મના વ્યક્તિએ કહી હોત તો લોકો તે વ્યક્તિનાં દાત તોડી નાખતા.
Trending Photos
મુંબઇ: લોકસભા ચૂંટણી પહેલા ગઠબંધન નહીં થવાની સ્થિતિમાં તેમના પૂર્વ સહયોગી પક્ષોને હરાવવાના સબંધ ભાજપ અધ્યક્ષ અમિત શાહની ટિપ્પણી પર પ્રહરા કરતા શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રિવારે કહ્યું કે તેમની પાર્ટીને હરાવનાર હજુ સુધી કોઇ પેદા નથી થયો. ભગવાન હનુમાનની જાતી વિશે ચર્ચા કરનાર પર તીખા પ્રહાર કરતા ઠાકરેએ કહ્યું કે જો આ રીતની ટિપ્પણી કોઇ અન્ય ધર્મના વ્યક્તિએ કહી હોત તો લોકો તે વ્યક્તિનાં દાત તોડી નાખતા. શિવસેનાને પરોક્ષ રીતે ચેતાવણી આપતા શાહે હાલમાં જ કહ્યું હતું કે, જો ગઠબંધન થયું તો ભાજપ તેમના સહયોગીઓની જાતી સુનિશ્ચિત કરશે.
પરંતુ જો એવું ના થયું તો પાર્ટી આગામી લોકસભા ચૂંટણીમાં તેમના પૂર્વ સહયોગીઓને હરાવશે. આ નિવેદનની આલોચના કરતા ઠાકરેએ કહ્યું કે, મેં કોઇની પાસેથી ‘પટક દેગે’ જેવા શબ્દો સાંભળ્યા છે. શિવસેનાને હરાવનાર હજુ સુધી કોઇ પેદા થયો નથી. ઉલ્લેખનીય છે કે શિવસેના કેન્દ્ર અને મહારાષ્ટ્રની સરકારોમાં ભાજપની સહયોગી છે.
ઠાકરે વર્લી વિસ્તારમાં એક જનસભાનું સંબોધન કરી રહ્યાં હતા. તેમણે આગામી લોકસભા ચૂંટણીની સરખામણી પાનીપતની ત્રીજા યુદ્ધ સાથે કરવા માટે પણ અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેમે એકવાર કોઇનો વિશ્વાસ ગુમાવો છો તમારી કોઇપણ લાડાઇ હારવાનું નક્કી છે. જ્યારે લોક તમારી (ભાજપ) પરથી વિશ્વાસ ગુમાવી દે છે તો તેમને સત્તા પરથી હટાવી દે છે.
લોકસભા ચૂંટણી પહેલા માદી લહેર પર નિશાન સાધતા ઠાકરેએ કહ્યું કે, શિવસેનાએ તેમની યાત્રામાં ઘણી લહેરો જોઇ છે. તેમણે કહ્યું કે ભાજપથી ઉલટ, શિવસેનાને ચૂંટણી પહેલા રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે જેથી તેમનો પર્દાફાશ કરવામાં આવી શકે. જે હંમેશા તેનો ઉપયોગ ચૂંટણી મુદ્દા માટે કરતા આવ્યા છે.
ઠાકરેએ કહ્યું કે, અમે બતાવી શું કે કોંગ્રેસ કઇ રીતે મંદિર નિર્માણમાં અડચણ ઉભી કરી રહ્યું છે. કોંગ્રેસને તેમની કર્મનું ફળ 2014માં મળી ગયું છે. પાર્ટીને લોકસભામાં વિપક્ષના નેતાને પણ પદ મળી શકતું નથી. તેમણે સવાલ કર્યો કે જ્યારે નીતીશ કુમારની જેડીયૂ અને રામવિલાસ પાસવાનની લોજપા જેવી ભાજપની સહયોગી પાર્ટીઓ વિરોધ કરી રહી છે તો તેઓ મંદિરનું નિર્માણ કેવી રીતે કરશે.
તેમણે કહ્યું કે ભાજપ આ પરિસ્થિતિ સ્પષ્ટ કરવી જોઇએ. ઠાકરેએ સ્પષ્ટ કર્યું કે જ્યારે તેમની પાર્ટી ખોટા વચનોની વાત કરે છે તો તેનો અર્થ એવો નથી કે તે સરકારની આલોચના કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે કેટલાક ભાજપના નેતા હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુનો અવતાર કહી રહ્યાં છે. તેમણે હાસ્યાસ્પદ ઉચ્ચારમાં કહ્યું કે, ‘ભગવાન વિષ્ણુના અવતા કેવી રીતે રામ મંદિરનું નિર્માણ કરાવી શકતા નથી.’
(ઇનપુટ- ભાષા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે