મસૂદ અઝહરનો ભત્રીજો બન્યો જૈશનો નવો કમાન્ડર, મોકલી રહ્યો છે કાશ્મીર
પાકિસ્તાન (Pakistan)થી સમાચાર મળી રહ્યા છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ (Jaish E Mohammed)ના મુખિયા મસૂદ અઝહર (Masood Azhar)નો ભત્રીજો ઓસામા યુસુફ (Osama Yusuf)ને નવો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. તેને જૈશનો કમાન્ડર બનાવીને કાશ્મીર મોકલવામાં આવી રહ્યો છે. ઓસામા અત્યારે બહાવલપુરમાં જૈશના મુખ્ય કેંદ્વનો મુખિયા છે.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)થી સમાચાર મળી રહ્યા છે કે આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદ (Jaish E Mohammed)ના મુખિયા મસૂદ અઝહર (Masood Azhar)નો ભત્રીજો ઓસામા યુસુફ (Osama Yusuf)ને નવો કમાન્ડર બનાવવામાં આવ્યો છે. તેને જૈશનો કમાન્ડર બનાવીને કાશ્મીર મોકલવામાં આવી રહ્યો છે. ઓસામા અત્યારે બહાવલપુરમાં જૈશના મુખ્ય કેંદ્વનો મુખિયા છે.
ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર મહિનામાં ભારતે લશ્કર-એ-તૈયબા પ્રમુખ હાફિઝ સઇદ ઉપરાંત જૈશ-એ-મોહંમદ પ્રમુખ મસૂદ અઝહર, કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબાના સર્વોચ્ચ કમાન્ડર જકી-ઉર-રહમાન લખવી અને ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમને ગેરકાનૂની ગતિવિધિ એક્ટ હેઠળ આતંકવાદી જાહેર કર્યો હતો. આ જાહેરાત એક ગેઝેટ નોટિફિકેશનના માધ્યમથી કરવામાં આવી હતી. તેના એક મહિના પહેલાં જ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદા (યૂએપીએ)માં સુધારાને મંજૂરી આપી હતી.
મૌલાના મસૂદ અઝહર ઉર્ફે મૌલાના મોહંમદ મસૂદ અઝહર અલ્વી ઉર્ફેવ અલી આદમ ઇસ્સાનો જન્મ 10 જુલાઇ, 1968માં થયો હતો. તે અલ્લાહ બક્શ સાબિરનું સંતાન છે અને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદનું સંસ્થાપક તથા નેતા છે.
અધિસૂચનામાં કહેવામાં આવ્યું હતું 'અઝહરને આ વર્ષે મે મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ-1267 હેઠળ એક વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ આતંકવાદી પોટાના વિશેષ ન્યાયાધી શ દ્વારા તેને ભાગેડૂ અપરાધી જાહેર કરવામાં આવ્યો છે. અઝહર પર ભારતમાં વિભિન્ન આતંકવાદી હુમલામાં સામેલ હોવાના આરોપ છે. અઝહર આ વર્ષે 14 ફેબ્રુઆરીએ પુલવામા આતંકવાદી હુમલામાં પણ સામેલ રહ્યો હતો, જેમાં 40 અર્ધસૈનિક બળના જવાનો શહીદ થયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે