લોકસભામાં હંગામા બાદ કાર્યવાહી; અધીર રંજન સહિત 31 સાંસદ સસ્પેન્ડ, કોંગ્રેસે કહ્યું- તાનાશાહીની ચરમસીમા

લોકસભામાં હંગામો કરવા બદલ વિપક્ષના અનેક સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સોમવારે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત 31 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.

લોકસભામાં હંગામા બાદ કાર્યવાહી; અધીર રંજન સહિત 31 સાંસદ સસ્પેન્ડ, કોંગ્રેસે કહ્યું- તાનાશાહીની ચરમસીમા

લોકસભામાં હંગામો કરવા બદલ વિપક્ષના અનેક સાંસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ સોમવારે કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી સહિત 33 જેટલા સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ સાંસદોના સસ્પેન્શન અંગે સદનમાં એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને સ્વીકારી લેવામાં આવ્યો છે. 

સસ્પેન્ડ થનારા સાંસદોમાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધીર રંજન ચૌધરી અને ડીએમકે નેતા ટીઆર બાલુ પણ સામેલ છે. કોંગ્રેસે સ્પીકરની આ કાર્યવાહીને તાનાશાહી ગણાવી છે. 

— ANI (@ANI) December 18, 2023

ગત અઠવાડિયે 14 સાંસદ થયા હતા સસ્પેન્ડ
આ અગાઉ વિપક્ષના કુલ 14 સાંસદો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. એ રીતે જોઈએ તો આ સત્રમાં અત્યાર સુધીમાં કુલ 45 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સંસદની સુરક્ષા મામલામાં હંગામો કરવા બદલ સ્પીકરે શુક્રવારે લોકસભાના 14 સાંસદોને સસ્પેન્ડ કર્યા હતા. આ મુદ્દે વિપક્ષના સાંસદોએ સોમવારે લોકસભામાં ખુબ હંગામો કર્યો. તેઓ સસ્પેન્ડ થયેલા સાંસદોની સજાને ખતમ કરવા અને ગૃહમંત્રી અમિત શાહના લોકસભામાં નિવેદનની માંગણી કરી રહ્યા હતા. સ્પીકર ઓમ બિરલાએ તેમને અનેકવાર શાંતિ જાળવી રાખવાનો આગ્રહ કર્યો પરંતુ સદનમાં હંગામો થતો રહ્યો. 

— ANI (@ANI) December 18, 2023

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news