ભાજપ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડશે: PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370ની જોગવાઇને દૂર કરવાના વિરોધ કરનારાના નિવેદનો ઇતિહાસમાં નોંધાશે. મોદીએ ગુરૂવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલીમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું

ભાજપ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડશે: PM મોદી

બીડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે, જમ્મૂ કાશ્મીરમાં આર્ટિકલ 370ની જોગવાઇને દૂર કરવાના વિરોધ કરનારાના નિવેદનો ઇતિહાસમાં નોંધાશે. મોદીએ ગુરૂવારે મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલીમાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભાજપ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં જીતના તમામ રેકોર્ડ તોડી દેશે.

મોદીએ કહ્યું કે મરાઠાવાડથી કોંગ્રેસના ઘણા મુખ્યમંત્રી થયા, પરંતુ પાર્ટીએ હમેશા આ ક્ષેત્રને ઉપેક્ષિત રાખી છે. તેમણે કહ્યું કે, આ એનડીએ છે, જેણે આ ક્ષેત્રમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કર્યો છે.

— Narendra Modi (@narendramodi) October 17, 2019

પીએમ મોદીએ કહ્યું કે આગામી સપ્તાહમાં યોજાનાર રાજ્ય વિધાનસભા ચૂંટણી ભાજપની કાર્યશક્તિ અને વિપક્ષની સ્વાર્થ શક્તિની વચ્ચેની લડાઇ છે. વડાપ્રધાને કહ્યું કે, ઇતિહાસ તમામ તે વ્યક્તિને યાદ રાખશે, જેણે પણ આર્ટિકલ 370ની જોગવાઈઓને દુર કરવાની ટીકા કરી છે.

કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે જે લોકો હતાશ અને નકારવામાં આવ્યા છે તે લોકોનું ભલું કેવી રીતે કરી શકે. વડાપ્રધાને કહ્યું, 'જાહેર નાણાં લૂંટનારાઓને જેલમાં મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 21 ઓક્ટોબરે યોજાનારી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ વિજયના તમામ રેકોર્ડ તોડશે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news