કોંગ્રેસનો કટાક્ષ: સાવરકરને જ ભારત રત્ન કેમ આપવા ઇચ્છે છે ભાજપ? ગોડસેને કેમ નહીં?
મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન ભાજપે તેમના સંકલ્પ પત્રમાં ક્રાંતિકારી વિનાયક દામોદાર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તેના પર કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ/એનડીએ ભારત રત્ન સાવરકરને જ કેમ આપવા ઇચ્છે છે
Trending Photos
નવી દિલ્હી: મહારાષ્ટ્ર ચૂંટણી દરમિયાન ભાજપે તેમના સંકલ્પ પત્રમાં ક્રાંતિકારી વિનાયક દામોદાર સાવરકરને ભારત રત્ન આપવાની માગ કરી છે. તેના પર કોંગ્રેસ નેતા મનિષ તિવારીએ કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપ/એનડીએ ભારત રત્ન સાવરકરને જ કેમ આપવા ઇચ્છે છે? ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેને કેમ નહીં?
મનિષ તિવારીએ કહ્યું કે, મહાત્મા ગાંધીની હત્યાના મામલે સાવરકર પર આરોપ લાગ્યા હતા. તેમની સામે ચાર્જશીટ ફાઇલ થઇ હતી પરંતુ બાદમાં તે મુક્ત થઇ ગયા હતા. પરંતુ નાથૂરામ ગોડસેને દોષિત ઠેરાવવામાં આવ્યા અને ફાંસી આપવામાં આવી હતી. એવામાં જો મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમની યાદોને ભૂંસી નાખવા માંગતા હો, તો આ કાર્યને ખુલ્લેઆમ કરો.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે