કોંગ્રેસ સરકાર ચલાવે છે કે મધ્યસ્થી મિશેલ મામાનો દરબાર: પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનતા જ વંદે માતરમને બંધ કરવાનો નિર્ણય લીધો અને હેવ તેમના બચાવનો માર્ગ શોધી રહ્યાં છે. તેમણે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ શાસનકાળમાં સંરક્ષણ સોદાની જણકારી સરકારથી વધારે મધ્યસ્થીને રહેતી હતી.

કોંગ્રેસ સરકાર ચલાવે છે કે મધ્યસ્થી મિશેલ મામાનો દરબાર: પીએમ મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે (5 જાન્યુઆરી) ઓડીશામાં કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ સરકાર બનતા જ વંદે માતરમને બંધ કરવાનો નિર્ણય લીધો અને હેવ તેમના બચાવનો માર્ગ શોધી રહ્યાં છે. તેમણે પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ શાસનકાળમાં સંરક્ષણ સોદાની જણકારી સરકારથી વધારે મધ્યસ્થીને રહેતી હતી. ખુલાસો થયો કે આ રાઝદાર (મિશેલ)ની કોંગ્રેસના ટોપના નેતાઓ, મંત્રીઓ સાથે નજીકના સંબંધ હતા. પ્રધાનમંત્રી કાર્યાલયમાં કોઇ ફાઇલ ક્યાં જાય છે, તેની તેને દરેક ક્ષણની જાણકારી રહેતી હતી.

પીએમ મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું કે હવે કોંગ્રેસના ઘણા રાઝ ખુલ્લા પડી રહ્યાં છે. હેલીકોપ્ટર કૌંભાડના મધ્યસ્થી, કોંગ્રેસના ભ્રષ્ટાચારના રાઝદાર મિશેલ, જેને વિદેશથી અહીંયા લાવવામાં આવ્યો છે. જેની એક ચીઠ્ઠીથી ખુલાસો થયો છે. સમજાતું નથી કે કોંગ્રેસ સરકાર ચલાવે છે અથવા તેમના મિશેલ મામાનું દરબાર ચલાવે છે. તેમણે કહ્યું કે દેશની જગ્યાએ મધ્યસ્થીના હિતોની રક્ષામાં જેની જેની ભૂમિકા રહી છે. તેમનો સંપૂર્ણ હિસાબ તપાસ એજન્સીઓ અને દેશની જનતા કરશે.

તેમણે ઓડિશાની નવી પટનાયક સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, કેન્દ્ર સરકાર મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે જે પણ પ્રયાસ કરી રહી છે. તેનો લાભ ઓડિશાને પણ મળવો જોઇએ. પરંતુ મને આ વાતનું દુ:ખ છે કે અહીંયાની સરકાર દીકરીઓ સાથે જોડાયેલી યોજનાઓ વિષે ગંભીર નથી. પીએમ મોદીએ ઓડિશાના બારીપદામાં 3,318 કરોડ રૂપિયાના રાજ્યમાર્ગ યોજનાઓનું ઉદ્ધાટન કર્યું છે. ત્યારબાદ તેમણે લોકોનું સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે વિકાસ, સૌનો વિકાસ, ઝડપી વિકાસ અને સંપૂર્ણ વિકાસ આ કેન્દ્ર સરકારના સંસ્કાર છે. ગત સાડા 4 વર્ષથી સરકારે આવી રીતે વિકાસનો માર્ગ પસંદ કર્યો છે. જેના પર નવા ભારતની ભવ્ય અને દિવ્ય ઇમારતનું નિર્માણ થઇ શકે.

પીએમ મોદીએ કહ્યું કે રેલવેની સાથે સાથે આપણા નેશનલ હાઇવેની પણ કનેક્ટિવિટીને મજબૂત બનવી રહ્યાં છે. કેન્દ્ર સરકારનો આ નિરંતર પ્રયાસ છે કે ગામથી લઇને શહેર સુધી પાક્કા અને સારા રસ્તા બનાવવામાં આવે. જ્યાં આધુનિક રસ્તા હોય છે, જ્યાં સારી સ્વચ્છ ટ્રેનો હોય છે, હવાઇ મુસાફરીનું ભાડુ ઓછું હોય છે, તો મધ્યમ વર્ગના લોકોની ઇઝ ઓફ ડૂઇંગ પણ વધે છે.

તેમણે કહ્યું કે સામાન્ય માણસની સિસ્ટમથી સંઘર્ષ ઓછો થાય, જે સુવિધાઓને તે હકદાર છે, તે તેને સરળતાથી મળે, સરકારી સેવાઓ માટે તેને કચેરીઓના ધક્કા ના ખાવા પડે, તે દિશામાં અમે આગળ વધી રહ્યાં છે અને નવી વ્યવસ્થાઓની તૈયારી કરી રહ્યાં છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ઓડિશાના મયૂરભંજ જિલ્લાના બારીપદામાં 3,318 કરોડ રૂપિયાના લગભગ 200 કિલોમીટરની ત્રણ રાષ્ટ્રીય રાજ્યમાર્ગ યોજનાઓનું ભૂમિ પૂજન કરવા પહોંચ્યા હતા. આ યોજનાઓમાં રાષ્ટ્રી રાજ્યમાર્ગ સંખ્યા-215 (નવા રાષ્ટ્રીય રાજ્યમાર્ગ સંખ્યા-520) પર રિમૂલી-કોયડા ખંડ, રાષ્ટ્રીય રાજ્યમાર્ગ સંખ્યા - 215 (નવા રાષ્ટ્રીય રાજ્યમાર્ગ સંખ્યા-520) પર કોયડા-રાજામુંડા ખંડ અને રાષ્ટ્રીય રાજ્યમાર્ગ સંખ્યા-6 (નવા રાષ્ટ્રીય રાજ્યમાર્ગ સંખ્યા-49) પર સિંગારા-બિંજાબહલ ખંડને ફોર લેન કરવાનું કામ સામેલ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news