ટ્વીટરે સ્વીકારી પીએમ મોદીની વેબસાઇટના એકાઉન્ટ હેકની વાત, કહ્યું- થઈ રહી છે તપાસ


બુધવારે મોડી રાત્રે હેકરોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટના ટ્વીટર એકાઉન્ટને હેક કરી લીધું. આ દરમિયાન બિટકોઈનની માગ કરવામાં આવી હતી.

ટ્વીટરે સ્વીકારી પીએમ મોદીની વેબસાઇટના એકાઉન્ટ હેકની વાત, કહ્યું- થઈ રહી છે તપાસ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ની પર્સનલ વેબસાઇટનું ટ્વીટર એકાઉન્ટ (@narendramodi_in)ને બુધવારે મોડી રાત્રે હેકરો દ્વારા હેક કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમયમાં તેમાં સુધાર પણ થઈ ગયો હતો. હવે આ મામલામાં ટ્વીટર પરફથી નિવેદન સામે આવ્યું છે, જેમાં હેકિંગની વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આ હેકિંગ એજ પ્રકારની હતી જેમ થોડા દિવસ પહેલા બરાક ઓબામા, એલન મસ્ક જેવી હસ્તિઓના એકાઉન્ટ હેક કરીને બિટકોઇનની માગ કરવામાં આવી હતી. 

પીએમ નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ narendramodi.in ના ટ્વીટર એકાઉન્ટ પર વેબસાઇટ સાથે જોડાયેલ અને NaMo App સાથે જોડાયેલ અપડેટ્સ શેર કરવામાં આવે છે. સમાચાર એજન્સી રોયટર્સને  આ મુદ્દે ટ્વીટરે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીની વેબસાઇટના એકાઉન્ટ સાથે જે થયું છે, અમને તેની જાણકારી છે અને અમે તેને સુધારી રહ્યાં છીએ. 

ટ્વીટરના પ્રવક્તા પ્રમાણે, અમે આ મામલાની તપાસ કરી રહ્યાં છીએ. પરંતુ હજુ સુધી તે જાણકારી નથી કે આ એકાઉન્ટ સિવાય કોઈ અન્ય એકાઉન્ટ પણ હેક થયા છે કે નહીં. 

તમને જણાવી દઈએ કે બુધવારે મોડી રાત્રે આશરે 3 કલાકે @narendramodi_in એકાઉન્ટ પરથી એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે, આ એકાઉન્ટ જોન વિક (hckindia@tutanota.com)એ હેક કરી લીધુ છે. અમે પેટીએમ મોલ હેક કર્યું નથી. પરંતુ હવે આ બોગસ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું છે. આ સિવાય અન્ટ ટ્વીટમાં હું તમને અપીલ કરુ છું કે કોવિડ-19 માટે બનાવવામાં આવેલા પીએમ મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો. ત્યારબાદ અડધી કલાકમાં એકાઉન્ટ યથાવત થઈ ગયું હતું. 

ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પર્સનલ એકાઉન્ટ (@narendramodi) વિશ્વમાં સૌથી વધુ નેતાઓમાં ફોલો થનારામાંથી એક છે. આ સિવાય  @PMOIndia પર પ્રધાનમંત્રી કાર્યાલય સાથે જોડાયેલી જાણકારી મળે છે. @narendramodi_in એકાઉન્ટ પર માત્ર પીએમ મોદીની પર્સનલ વેબસાઇટ અને નમો એપ સાથે જોડાયેલા અપડેટ્સ મળે છે. જેના આશરે અઢી મિલિયન ફોલોઅર્સ છે. 

જુલાઈ મહિનામાં એક આવી ઘટના સામે આવી હતી જેમાં વોરેન બફેટ, જેફ બેજોસ, બરાક ઓબામા, જો બિડેન, બિલ ગેટ્સ અને એલોન મસ્ક સહિત ઘણી મોટી હસ્તિઓના ટ્વીટર એકાઉન્ટ સાથે છેડછાડ થઈ હતી. આ લોકોના ટ્વીટર એકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news