પીએમ મોદી 21 ઓક્ટોબરે લાલ કિલ્લાની પ્રાચીરથી ફરકાવશે ત્રિરંગો, ખાસ જાણો કારણ

અત્યાર સુધી તમે ફક્ત 15મી ઓગસ્ટે જ દેશના વડાપ્રધાનને લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવતા જોયા હશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 21 ઓક્ટોબરે પણ લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવવાના છે.

પીએમ મોદી 21 ઓક્ટોબરે લાલ કિલ્લાની પ્રાચીરથી ફરકાવશે ત્રિરંગો, ખાસ જાણો કારણ

નવી દિલ્હી: અત્યાર સુધી તમે ફક્ત 15મી ઓગસ્ટે જ દેશના વડાપ્રધાનને લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવતા જોયા હશે પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે 21 ઓક્ટોબરે પણ લાલ કિલ્લાની પ્રાચીરથી ત્રિરંગો ફરકાવવાના છે. પીએમ મોદીએ પોતાની ફેસબુક વોલ પર એક વીડિયો સંદેશ જારી કર્યો છે. જેમાં જણાવ્યું છે કે આ વખતે 21 ઓક્ટોબરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી તેઓ ત્રિરંગો ફરકાવશે. સ્વાભાવિક છે કે તમને સવાલ થાય કે આખરે  પીએમ મોદી આમ કેમ કરી રહ્યાં છે? પીએમ મોદીએ વીડિયો સંદેશમાં તેનો જવાબ આપ્યો છે. 

તેમણે જણાવ્યું છે કે સુભાષચંદ્ર બોઝે દેશની આઝાદી માટે આઝાદ હિંદ ફૌજની સ્થાપના કરી હતી. તે સમયે આઝાદ હિંદ ફૌજે ભારતની આઝાદીની જાહેરાત કરીને 21 ઓક્ટોબરે જ સ્વતંત્રતા દિવસ ઉજવ્યો હતો. 21 ઓક્ટોબર 2018ના રોજ આ ઐતિહાસિક ઘટનાના 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યાં છે. જેને લઈને પીએમ મોદીએ આ દિવસે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ઝંડો ફરકાવવાનો નિર્ણય લીધો છે. 

પીએમ મોદીએ વીડિયો સંદેશમાં કહ્યું છે કે 'જો કોઈ સમાજ પોતાના ઈતિહાસથી કપાઈ જાય છે, તો તેનું કપાયેલા પતંગની જેમ પડવાનું નક્કી હોય છે. અમે બધાનું સન્માન કરીએ છીએ. જેણે પણ આદેશની સેવા કરી હોય. તે પછી ભલે કોઈ પણ પક્ષનો હોય, અમે તેમનું સન્માન કરીએ છીએ. ઓડીશાના પાઈક વિદ્રોહના 200 વર્ષ પૂરા થવા બદલ તેમાં સામેલ રહેલા અમર બલિદાનીઓને ગત વર્ષે યાદ કર્યાં. થોડા દિવસ પહેલા સર છોટૂરામની પ્રતિમાના અનાવરણ માટે હું રોહતકમાં હતો. તેમના જેવા બહુમુખી વ્યક્તિ અંગે લોકોએ વધુને વધુ વાંચવું જોઈએ. જેમણે કૃષિ, સિંચાઈ, અને ભૂમિ સુધારના ક્ષેત્રમાં વ્યાપક સ્તર પર કામ કર્યું હતું.'

पीएम मोदी ने कहा, 'लाल किले पर 21 अक्टूबर को होने वाले ध्वजारोहण समारोह में हिस्सा लूंगा'

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે અમારી સરકારે બાબા સાહેબ આંબેડકર સાથે જોડાયેલા પંચતીર્થ માટે પણ કામ કર્યુ છે. આવું એટલા માટે કારણ કે પાંચ મહત્વપૂર્ણ સ્થળ બાબા સાહેબના જીવન સંલગ્ન અલગ અલગ સમયને પ્રસ્તુત કરે છે. 1857થી શરૂ થયેલી આઝાદીની લડાઈમાં આપણા આદીવાસી ભાઈઓએ પણ મોટું યોગદાન આપ્યું. ભગવાન બિરસા મુંડાને કોણ ઓળખતું હતું, તેમને ભૂલાવી દેવાયા હતાં. અમે નિર્ણય લીધો કે દેશના જે પણ ભાગોમાં આવા આદિવાસી સમાજના લોકો સંલગ્ન કિસ્સા છે, ત્યાં મ્યુઝિયમ બનાવવામાં આવશે. 

વડાપ્રધાને કહ્યું કે '21 ઓક્ટોબરના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી થનારા ધ્વજવંદન કાર્યક્રમમાં સામેલ થવાનું મને સૌભાગ્ય મળશે. હવે તમે મને પૂછશો કે તમે 21 ઓક્ટોબરે ધ્વજ વંદન કેમ કરશો. હું તમને બતાવીશ કે 21 ઓક્ટોબરના રોજ સુભાષચંદ્ર બોઝ દ્વારા બનાવવામાં આવેલી આઝાદ હિંદ ફૌજની 75મી વર્ષગાઠ છે.' તેમણે કહ્યું કે તેમના આ પગલાંનો કેટલાક પક્ષો વિરોધ કરશે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ દેશ માટે બલિદાન આપનારા લોકોનું સન્માન નહીં કરે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news