બ્રિટન પ્રવાસ દરમિયાન PM મોદીનો જીવ 'જોખમ'માં મૂકાયો હતો? જાણો શું છે મામલો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ બ્રિટનનો પ્રવાસ કરીને પાછા ફર્યા છે. ત્યાં તેમણે બ્રિટિશ પીએમ થેરેસા મે સાથે મુલાકાત કરી.

બ્રિટન પ્રવાસ દરમિયાન PM મોદીનો જીવ 'જોખમ'માં મૂકાયો હતો? જાણો શું છે મામલો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જ બ્રિટનનો પ્રવાસ કરીને પાછા ફર્યા છે. ત્યાં તેમણે બ્રિટિશ પીએમ થેરેસા મે સાથે મુલાકાત કરી. તેમણે ભારત કી બાત કાર્યક્રમમાં ભારતીયો સાથે પોતાના વિચારો શેર કર્યાં. પરંતુ આ પ્રવાસ દરમિયાનની એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. એક સમય એવો પણ આવ્યો હતો કે પીએમ મોદીના માથે 'જોખમ' તોળાઈ રહ્યું હતું. થેરેસા મે સાથે તેમની મુલાકાત 'ડર'ના ઓછાયા વચ્ચે થઈ રહી હતી. બ્રિટિશ વડાપ્રધાન થેરેસા અને પીએમ મોદીની મુલાકાત સમયે કઈંક એવું થયું જે ચર્ચાનો વિષય બન્યો છે.

શું છે સમગ્ર મામલો
વાત જાણે એમ છે કે પીએમ મોદીની મુલાકાતવાળી જગ્યા પર બારીમાં એક ડક પોતાના ઈંડા પર બેઠી હતી. ઈંડા ફૂટીને તેમાંથી બચ્ચાઓ બહાર આવવાનો સમય થઈ ગયો હતો. તેનો અર્થ એ હતો કે જો ભૂલથી પણ કોઈ બારીને અડ્યું હોત તો જોખમી સાબિત થઈ શકે તેમ  હતું. કારણ કે ડકની નજર પળેપળ આ બંને રાષ્ટ્રાધ્યક્ષો પર ટકી હતી.

'ડક્યુલા' બની શકતી હતી ડક
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યાં મુજબ બુધવારે પીએમ મોદી બ્રિટનમાં હતાં. ત્યાં બ્રિટિશ પીએમ થેરેસા મેના અધિકૃત નિવાસ સ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીય પર તેમની મુલાકાત થવાની હતી. પરંતુ થેરેસા મે ને જાણકારી આપવામાં આવી કે કેબિનેટ રૂમની બારી પર એક પ્રેગ્નેન્ટ ડક બેઠી છે. જો બારીને કોઈ અડશે તો ડક 'ડક્યુલા' બની શકે છે. એવામાં સુરક્ષિત રહેવું જરૂરી છે.

હુમલો કરી નાખે છે ડક
થેરેસા મેના સ્ટાફ પ્રમુખ ગેવિન બારવેલના જણાવ્યાં મુજબ ભૂરા રંગની આ ડક પોતાના અજન્મેલા બચ્ચાને લઈને વધુ પડતી સુરક્ષાત્મક હોય છે. જો કોઈ તેના માળા પાસે જવાની કોશિશ કરે તો તે ખુબ ઘાતક હુમલો કરી નાખે છે.

તમામ રાષ્ટ્રાધ્યક્ષો પર હતુ જોખમ
સંડે ટાઈમ્સના અહેવાલ મુજબ માત્ર પીએમ મોદી અને થેરેસા મેની મુલાકાત નહીં પરંતુ ન્યૂઝિલેન્ડ, કેનેડા અને ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રાધ્યક્ષોની મુલાકાત વખતે પણ આ ચેતવણીને જારી કરવામાં આવી હતી. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનમાં કોમનવેલ્થ દેશોની બેઠકમાં ભાગ લેવા ગયા હતાં.

દર વર્ષે બગીચામાં ઈંડા મૂકે છે ડક
10 ડાઉનિંગ સ્ટ્રીટના બગીચામાં દર વર્ષે વસંત ઋતુમાં ડક ઈંડા મૂકે છે. તે આ જ બિલ્ડિંગના કોઈ ખૂણામાં પોતાનો માળો બનાવી દે છે. વડાપ્રધાન કાર્યાલયના સ્ટાફના લોકો તેની ખાસ દેખભાળ રાખે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news