PM મોદીને જીતાડવાની વાત કરી કલ્યાણસિંહ ફસાયા, ખુર્શી છીનવાય તેવી વકી !

ચૂંટણી પંચે આ મુદ્દે આચાર સંહિતાનુ ઉલ્લંઘન માનતા કલ્યાણ સિંહ વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ફરિયાદ કરી હતી

PM મોદીને જીતાડવાની વાત કરી કલ્યાણસિંહ ફસાયા, ખુર્શી છીનવાય તેવી વકી !

નવી દિલ્હી : નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવાની વાત કહીનેવિવાદોમાં ફસાયેલા રાજસ્થાનનાં રાજ્યપાલ કલ્યાણ સિંહની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. સુત્રોનાં અનુસાર ચૂંટણી પંચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને આ મુદ્દે સંજ્ઞાન લેવા કહ્યું હતું. ચૂંટણી પંચના આકરા વલણ બાદ હવે રાષ્ટ્રપતિ કોવિંદે પણ આ મુદ્દે ફાઇ કેન્દ્ર સરકારને મોકલી છે. કોંગ્રેસે હુમલાખોર  હોવા છતા કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલે કહ્યું ગુરૂવારે  મુદ્દે અમે રાષ્ટ્રપતિને મળવાનો સમય માંગ્યો છે. રાષ્ટ્રપતિને મળીને રાજ્યપાલને હટાવવાની માંગ કરશે. 

રાજ્યપાલ કલ્યાણસિંહ
સુરજેવાલે કહ્યું કે, સંવૈધાનિક પાર્ટીને પતાવવા માટે કલ્યાણ સિંહને રાજ્યપાલ પદથી હટાવવા જરૂરી છે. સુત્રોના અનુસાર સંવૈધાનિક પદ પર રહેવા દરમિયાન ભાજપ અને પીએમ મોદીને મત આપવાની અપીલ કરનારા નિવેદન પર રાજ્યપાલ કલ્યાણસિંહની વિરુદ્ધ મોટો કોઇ નિર્ણય લેવાઇ શકે છે. કેન્દ્રીય ચૂંટણી પંચના રિપોર્ટનાં આધારે રાષ્ટ્રપતિએ કેન્દ્ર સરકારને કલ્યાણ સિંહની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે કહ્યું છે. 
ચૂંટણી પંચે આ મુદ્દે આચાર સંહિતાનું ઉલ્લંઘન માનતા કલ્યાણ સિંહની વિરુદ્ધ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખીને ફરિયાદ કરી હતી. સુત્રોનું કહેવું છે કે રાષ્ટ્રપતિએ ચૂંટણી પંચને પત્રના આધારે ગુરૂવારે ફાઇનલ સરકારને મોકલ્યા છે. રાષ્ટ્રપતિનાં આ પત્ર બાદ માનવામાં આવી રહ્યું છે કે કલ્યાણ સિંહની ખુર્શી જઇ શકે છે. 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત
રાષ્ટ્રપતિએ ગૃહમંત્રાલયને મોકલવામાં આવેલા પત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કલ્યાણસિંહની વિરુદ્ધ કાર્યવાહી હોવી જોઇએ, કારણ કે તેમણે આદર્શ આચાર સંહિતાનુ ઉલ્લંઘન કર્યું છે. આ મુદ્દે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત સહિત કોંગ્રેસને આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી અને કહ્યું કે, રાજ્યપાલને પુછીશ કે રાજ્યપાલે કયા દબાણમાં આ નિવેદન આપ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news