ચૂંટણી પંચના અધિકારીએ મુખ્યમંત્રીના કાફલાને અટકાવી ચેકિંગ કર્યું

ચૂંટણી પંચના અધિકારીઓએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામીનાં વાહનમાં સર્ચ કર્યુંહ તું. જો કે ચૂંટણી પંચના અધિકારીઓને કંઇ પણ વિવાદાસ્પદ મળી આવ્યું નહોતું. ચૂંટણી પંચના અધિકારીઓનાં અનુસાર આ એક સામાન્ય તપાસ હતી. સમાચાર એજન્સીનાં અનુસાર ચૂંટણી પંચના અધિકારી એન.એસ દર્શને કહ્યું કે, બેંગ્લુરૂ-હાસન હાઇવે પર આવેલ એક ચેક પોસ્ટ પર આ એક રુટીન તપાસ હતી. 
ચૂંટણી પંચના અધિકારીએ મુખ્યમંત્રીના કાફલાને અટકાવી ચેકિંગ કર્યું

બેંગ્લુરૂ : ચૂંટણી પંચના અધિકારીઓએ કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી કુમાર સ્વામીનાં વાહનમાં સર્ચ કર્યુંહ તું. જો કે ચૂંટણી પંચના અધિકારીઓને કંઇ પણ વિવાદાસ્પદ મળી આવ્યું નહોતું. ચૂંટણી પંચના અધિકારીઓનાં અનુસાર આ એક સામાન્ય તપાસ હતી. સમાચાર એજન્સીનાં અનુસાર ચૂંટણી પંચના અધિકારી એન.એસ દર્શને કહ્યું કે, બેંગ્લુરૂ-હાસન હાઇવે પર આવેલ એક ચેક પોસ્ટ પર આ એક રુટીન તપાસ હતી. 

અમે આચાર સંહિતાનું પાલન કરવા માટે રોજિંદી રીતે તમામ રાજનીતિક દળોનાંવાહનોની તપાસ કરતા હોઇએ છીએ. કુમાર સ્વામીના વાહન ઉપરાંત ત્રણ સભ્યોની ચૂંટણી પંચની ટીમે બુધવારે 14 અન્ય વાહનની પણ તપાસ પ્રક્રિયા કરી હતી. આ તમામ વાહન તે કાફલાનો હિસ્સો હતા જે જેડીએસ ઉમેદવાર પ્રજ્વલ ગૌડાનાં પ્રચાર માટે જઇ રહ્યા હતા. દર્શને કહ્યું કે, અમે ગાડીઓને અટકાવી અને ચેક કરી. જો કે કાંઇ જ શંકાસ્પદ મળી આવ્યું નહોતું જેના પગલે તેમની ગાડીઓને જવા દેવામાં આવી હતી. 

કુમાર સ્વામીએ કાફલામાં રહેલી તમામ ગાડીઓ ચેક કરવા માટે જણાવ્યું
ચેકિંગ દરમિયાન કુમાર સ્વામીએ ચૂંટણી પંચની ટીમ ન માત્ર તેમની પરંતુ કાફલાની તમામ ગાડીઓ ચેક કરવા માટે જણાવ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે, જો કંઇ પણ બિનકાયદેસર લાગે તો તો તે અંગે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવે. હાસને 18 એપ્રીલનાં રોજ મતદાન થવાનું છે. પ્રજ્વલ જેડીએસ સુપ્રીમો અને પૂર્વ પીએમ એચ.ડી દેવગોડાના પૌત્ર અને રાજ્યનાં પીડબલ્યુડી મંત્રી એચ.ડી રેવન્નાનાં પુત્ર છે. જ્યારે કુમાર સ્વામીનો પુત્ર નિખિલ માંડ્યા લોકસભા સીટ પરથી મેદાનમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news