ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે PUBG, આટલા કરોડની હશે પૂલ પ્રાઇઝ

PUBGના પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ભારત સરકાર દ્વારા કેટલાક મહિના માટે પ્રતિબંધ મુકાયા પછી, પબજી મોબાઈલ ઈન્ડિયા ભારતીય બજારમાં શાનદાર વાપસી કરવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, ભારતમાં લોન્ચ કરવા માટે એપનું ટ્રેલર લગભગ તૈયાર છે

ધમાકેદાર વાપસી કરવા જઈ રહી છે PUBG, આટલા કરોડની હશે પૂલ પ્રાઇઝ

નવી દિલ્હી: PUBGના પ્રેમીઓ માટે સારા સમાચાર છે. ભારત સરકાર દ્વારા કેટલાક મહિના માટે પ્રતિબંધ મુકાયા પછી, પબજી મોબાઈલ ઈન્ડિયા ભારતીય બજારમાં શાનદાર વાપસી કરવા જઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે, ભારતમાં લોન્ચ કરવા માટે એપનું ટ્રેલર લગભગ તૈયાર છે અને આ ગેમ વર્ષના અંત સુધીમાં ભારતીય યૂઝર્સ માટે ઉપલબ્ધ થઈ શકે છે. જો કે, કંપની દ્વારા હાલમાં કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. જો કે, સમાચાર છે કે, પબજી મોબાઇલ ઈન્ડિયાની ગેમમાં એક નવું ડેવલપમેન્ટ થયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પબજી મોબાઇલના નવા વર્ઝનમાં 6 કરોડ રૂપિયાનું પ્રાઇઝ પૂલ હશે, જેમાં પ્લેયર્સની સેલેરી મિનિમમ 40,000 રૂપિયાથી શરૂ કરીને 2 લાખ રૂપિયા થશે.

પ્રાઇઝ પૂલ સાંભળીને તમને થશે આશ્ચર્ય
એક ઇન્ટરનેટ યૂઝર્સના જણાવ્યા મુજબ, પબજી મોબાઈલ ઈન્ડિયા 24 નવેમ્બરના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે, જેમાં પૂલના ભાવ અંગે માહિતી આપવામાં આવશે. આ સંદર્ભમાં, @TSMentGHATAK નામના ટ્વિટર યૂઝર્સે તેની પોસ્ટમાં લખ્યું છે, 'Pubg ટુર્નામેન્ટનું પ્રથમ ઇનામ 6 કરોડ છે! આ આશ્ચર્યજનક છે ?! ટાયર 1 ટીમો માટે prizepool મિનિમમ 40k-2L છે જે દર સીઝનમાં વધે છે. "ESPORTS" એક નવા યુગની શરૂઆત છે. ઇ-સ્પોર્ટ્સમાં તમારા હાથને અજમાવવાનો આ યોગ્ય સમય છે.

શરૂ થઈ પ્રી-રજિસ્ટ્રેશન
તમને જણાવી દઈએ કે એન્ડ્રોઇડ અને iOS માટે પબજી મોબાઈલ ઈન્ડિયાનું પ્રી-રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જો કે, આ રજિસ્ટ્રેશન હમણાં જ Tap Tap ગેમ શેરિંગ કમ્યુનિટિનાં યૂઝર્સઓ માટે શરૂ થયું છે. આ એપને પહેલા જ 3 લાખથી વધુ યુઝર્સ દ્વારા રજિસ્ટર કરવામાં આવી છે. હાલમાં તેને 10માંથી 9.8 રેટિંગ મળ્યા છે. જોકે, તે સ્પષ્ટ નથી થયું કે પબજી મોબાઇલ ઇન્ડિયાનું પ્રી-રજિસ્ટ્રેશનના પેજ સત્તાવાર છે કે નહીં. આને કારણે, ગેમર્સમાં પ્રી-રજિસ્ટ્રેશન અંગે મૂંઝવણ છે.

હિન્દી-અંગ્રેજી ભાષામાં આવશે ગેમ
બીજી તરફ પબજી મોબાઇલ ઇન્ડિયાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર ગેમ સાથે સંકળાયેલા ઘણા ટીઝર્સ પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમાં 'કમિંગ સૂન' લખેલું છે, જે દર્શાવે છે કે આ ગેમ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. ટેપ-ટેપ ગેમની લિસ્ટિંગમાં પણ કહેવામાં આવ્યું છે કે આ રમત અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં આવશે.

સરકારે નથી કરી સત્તાવાર જાહેરાત 
PUBGએ હજી સુધી આ ગેમની લોન્ચિંગ તારીખ અથવા નોંધણીની સત્તાવાર જાહેરાત કરી નથી. પબજીના ભારતમાં વાપસી (PUBG Mobile Unban in India)ને લઇને હજી સુધી ભારત સરકારનું સત્તાવાર વલણ બહાર આવ્યું નથી. માનવામાં આવે છે કે આને કારણે, પબજી નિગમ હજી સુધી કોઈ સત્તાવાર ઘોષણા કરી રહ્યું નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news