ફરી Lockdown તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો વચ્ચે બંધ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવા

શું દેશમાં ફરી લોકડાઉન લગાવવામાં આવશે? થોડા વધુ દિવસો, ફરી કોરોના નો મોર? આ અમે એટલા માટે કહી રહ્યાં છીએ કેમ કે, એક તરફ ઝી ન્યૂઝ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને દાવો કર્યો છે કે, આગામી વર્ષના શરૂઆતમાં ભારતમાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે

ફરી Lockdown તરફ વધી રહ્યો છે દેશ? આ શહેરો વચ્ચે બંધ થઈ શકે છે રેલવે અને હવાઈ સેવા

નવી દિલ્હી: શું દેશમાં ફરી લોકડાઉન લગાવવામાં આવશે? થોડા વધુ દિવસો, ફરી કોરોના નો મોર? આ અમે એટલા માટે કહી રહ્યાં છીએ કેમ કે, એક તરફ ઝી ન્યૂઝ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને દાવો કર્યો છે કે, આગામી વર્ષના શરૂઆતમાં ભારતમાં કોરોના વેક્સિન તૈયાર થઈ જશે. જૂન-જૂલાઇ સુધી 30 કરોલ લોકોને રસી આપવામાં આવશે. સ્વદેશી વેક્સિનના ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ થઈ રહ્યું છે અને હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ દેશના પહેલા એવા મંત્રી બન્યા જેમણે આ ડોઝ આપવામાં આવ્યો છે.

પરંતુ બીજી તરફ દિલ્હીમાં કોરોનાના ભયાનક આકંડા સામે આવી રહ્યા છે. દિલ્હીમાં આજથી માસ્ક ફરજિયાત પહેરવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે, જે લોકો માસ્ક પહેરશે નહીં તેમને 2 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. દિલ્હી ઉપરાંત, અમદાવાદ, ભોપાલ જેવા મોટા શહેરોમાં સ્થિતિ ગંભિર છે. અમદાવાદમાં શનિવાર અને રવિવાર સંપૂર્ણ કર્ફ્યૂ બાદ સોમવારથી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે.

બંધ થશે દિલ્હી-મુંબઇ રેલવે અને હવાઈ સેવા
મહારાષ્ટ્ર સરકાર દિલ્હીમાં કોરોનાના વધતા કેસને જોતા દિલ્હી-મુંબઇ હવાઇ અને રેલવે સેવા પર પ્રતિબંધ લગાવવાનો વિચાર કરી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર પંઢરપુરમાં કર્ફ્યૂ લગાવવા પર વિચાર કરી રહી છે.

ખરેખર, દિલ્હીમાં કોરોનાના કેસ વધવા પાછળ બે દિવસથી મુંબઇમાં પણ દરરોજ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. જેનાથી ચિંતિત રાજ્ય સરકાર સંક્રમણની ચેન તોડવા માટે પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી છે. ગુરૂવારના મુંબઇમાં થયેલી મિટિંગમાં મુંખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ પ્રસ્તાવને મંજૂરી આપી છે. હવે તમામ એજન્સીઓ સાથે વાત કરી તેના પર નિર્ણય લીધા બાદ આદેશ જાહેર કરવામાં આવશે.

મુંબઇમાં સ્કૂલો બંધ
BMCએ મુંબઇની તમામ સ્કૂલોને 31 ડિસેમ્બર, 2020 સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ પહેલા ધોરણ 9થી 12 સુધી સ્કૂલોને 23 નવેમ્બરથી ફરી ખોલવાનો સમય નક્કી કર્યો હતો. આ નિર્ણય મુંબઇમાં કોવિડ-19 ના કેસની સંખ્યામાં વૃદ્ધિના કારણે મુંબઇની મેયર કિશોરી પેડનેકર દ્વારા લેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news