કાશ, મિત્રના ઘરે ના ગઇ હોત તો તાન્યા આજે જીવતી હોત...

તાન્યા અને એનો મિત્ર સેક્ટર-18માં પોતાની કાર લઇ આવી ઘરે આવી રહ્યા હતા અને રસ્તામાં ર્દુઘટના ઘટી.

કાશ, મિત્રના ઘરે ના ગઇ હોત તો તાન્યા આજે જીવતી હોત...

નવી દિલ્હી : પોતાની યુવાન પુત્રી ગુમાવતાં પિતાનો વલોપાત ઓછો થતો નથી. ગળે ડૂમો ભરાઇ ગયેલી સ્થિતિમાં પિતા વેદના ઠાલવી રહ્યા છે કે, કાશ મિત્રના ઘરે જવા ન નીકળી હોત તો તાન્યા આજે જીવતી હોત. વાત જાણે એમ છે કે, નોઇડાના સેક્ટર 85 પોલીસ ચોકી પાસે મંગળવારે મોડી રાતે નાળામાં તેજ ગતિથી કાર ખાબકતાં રેડિયો એફએમ ચેનલમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતી યુવતીનું દર્દનાક મોત નીપજ્યું હતું. તે સેક્ટર 137માં પોતાના મિત્રના ઘરે જઇ રહી હતી. 

જાણવા મળ્યા મુજબ તાન્યા ખન્નાનું મોત પણ દર્દનાક બન્યું હતું. તેજ ગતિથી નાળામાં ખાબક્યા બાદ અંદાજે 25 મિનિટ સુધી એ કારમાં ફસાયેલી રહી હતી અને નાળાના પાણીથી દમ ઘૂંટાતાં એનું મોત નીપજ્યું હતું. પોલીસે જણાવ્યું કે, તાન્યા અને એનો મિત્ર સેક્ટર 18થી પોતાની અલગ અલગ કારમાં આવી રહ્યા હતા અને તે સેક્ટર 137ની સુપરટેક ઇકોસિટી સોસાયટીમાં જઇ રહ્યા હતા. પરંતુ એ પહેલા ફ્રેસ્કો ચોક પરના વળાંકમાં તાન્યાની કાર અનિયંત્રિત થતાં ખુલ્લા નાળામાં ખાબકી હતી. 

— ANI UP (@ANINewsUP) May 3, 2018

પોલીસના જણાવ્યા અનુસાર તાન્યા સેક્ટર 137ની સુપરટેક ઇકોસિટી સોસાયટીમાં જઇ રહી હતી. સુપરટેક ઇકોસિટી સોસાયટીમાં એનો મિત્ર ધનંજય રહેતો હતો. અકસ્માતની 10 મિનિટ બાદ તાન્યાનો મિત્ર ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. ધનંજયે જણાવ્યું કે તે પોતાની કારમાં આગળ જઇ રહ્યો હતો. સોસાયટીના નાકે પહોંચ્યા બાદ પણ 10 મિનિટ સુધી તાન્યા ન આવતાં તે એને શોધતો પાછો આવ્યો હતો અને આ અકસ્માતની જાણકારી થઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news