PF ડેટા લીક થયાની આશંકા, તમારા બેંક એકાઉન્ટમાંથી ઉપડી શકે છે પૈસા

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની વેબસાઇટ પરથી પીએફધારકોના ડેટા ચોરી થયો હોવાના સમાચાર આવ્યા છે. જોકે, સંગઠન આ વાતને નકારી રહી છે કે કોઇ ડેટા લીક થયો હોય. બે દિવસમાં બે વાર ઇપીએફઓ આ મામલે સ્પષ્ટતા આપી ચૂકી છે. 

PF ડેટા લીક થયાની આશંકા, તમારા બેંક એકાઉન્ટમાંથી ઉપડી શકે છે પૈસા

નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ની વેબસાઇટ પરથી પીએફધારકોના ડેટા ચોરી થયો હોવાના સમાચાર આવ્યા છે. જોકે, સંગઠન આ વાતને નકારી રહી છે કે કોઇ ડેટા લીક થયો હોય. બે દિવસમાં બે વાર ઇપીએફઓ આ મામલે સ્પષ્ટતા આપી ચૂકી છે. પરંતુ ખતરો તો છે. કારણ કે કોઇપણ ગરબડી વિના કોઇ વેબસાઇટને બંધ કરવામાં ન આવે. સેવાઓ બંધ કરવામાં ન આવે. સાથે જ આ ડિટેલ્સનો ખોટો ઉપયોગ પણ થઇ શકે છે. ફક્ત આધાર જ ખતરામાં નથી પરંતુ ડિટેલ્સના માધ્યમથી પીએફ એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવી શકે છે. તમારા માટે આ જાણવું જરૂરી છે કે ઇપીએફઓના ડેટા બેસમાં તમારી જે ડિટેલ્સ છે તે ચોરી થતાં અથવા લીક થતાં શું નુકસાન થઇ શકે છે.

હેકિંગનો ખતરો
બેકિંગ એક્સપર્ટ વિવેક મિત્તલના અનુસાર ડેટા લીકનો સૌથી મોટો ખતરો એ હોય છે કે તમારી અંગત ડિટેલ્સ ઘણા પ્રકારના લોકો સાથે શેર થાય છે. એવામાં તમારા બેંક એકાઉન્ટ અને પીએફ એકાઉન્ટને હેક કરવામાં આવી શકે છે. તેને એક પ્રકારની ફિશિંગ કહે છે. જોકે, ઇપીએફઓથી ડેટા લીક થવાનો મતલબ છે કે તમારી કેવાઇસી (know your customer) ડિટેલ લીક થઇ જવી. 

ખતરામાં આધાર
ઇપીએફઓ ડેટા બેસમાં પીએફધારકોએ પોતાનો નંબર નોંધાવ્યો છે. જોકે, 2016 બાદથી ઓનલાઇન પીએફ કાઢવા અને પીએફ ટ્રાંસફર કરવા માટે તમારે પોતાના યૂનીવર્સલ એકાઉન્ટ નંબર સાથે આધારને લીંક કરવાનું હોય છે. હવે જો માની લેવામાં આવે કે પીફ ડેટા લીક થયો છે તો એ પણ પાક્કુ છે કે તમારો આધાર પણ સુરક્ષિત નથી. કારણ કે પીએફ ડેટાની સાથે તમારી એકાઉન્ટ ડિટેલ્સ પણ હોય છે, જેને પ્રાપ્ત કરવી કોઇપણ હેકર માટે અશક્ય નથી.

ખતરામાં બેંક એકાઉન્ટ
ઇપીએફઓ ડેટા બેસમાં આધાર ઉપરાંત તમારું બેંક એકાઉન્ટ પણ નોંધેલું હોય છે. પીફ કાઢતી વખતે ઇપીએફઓ આ ખાતામાં તમારા પૈસા જમા કરે છે. પરંતુ પીએફ ડેટા લીક થતાં તમારું બેં એકાઉન્ટ પણ હેક કરી શકાય છે. જો આ એકાઉન્ટમાંથી તમે ઓનલાઇન ટ્રાંજેક્શન પણ કરો છો તો આ મોટો ખતરો છે. કારણ કે હેક થવાના ચાંસ વધી જાય છે. નેટ બેકિંગ, મોબાઇલ બેકિંગ જેવી સર્વિસનો ઉપયોગ કરવાથી ખતરો વધી શકે છે.

મોબાઇલ નંબરથી પણ ખતરો
ડિજિટલ સર્વિસ હોવાછતાં ઇપીએફઓ સભ્ય પોતાના બધા કામ મોબાઇલ અથવા ઓનલાઇન જ કરે છે. સાથે જ એકાઉન્ટ ખોલાવતી વખતે અથવા પછી દરેકને પોતાનો મોબાઇલ નંબર પણ તેમાં રજીસ્ટર કરાવવો પડે છે. જો ઇપીએફઓમાં રજીસ્ટર કરાવેલો નંબર અને નેટ બેકિંગ માટે ઉપયોગ થનાર નંબર એક જ છે, તો તેનાથી ફ્રોડનો ખતરો વધી જાય છે. કારણ કે, મોટાભાગના લોકો ઓટીપીની મદદથી ટ્રાંજેક્શન કરે છે. જો મોબાઇલ નંબર હેક થાય છે તો હેકર ઓટીપીનો ઉપયોગ સરળતાથી કરી શકે છે.

ખતરામાં PF એકાઉન્ટ
ઇપીએફઓમાંથી ડેટા લીક થતાં સૌથી મોટો ખતરો એ છે કે તમારા પીએફ એકાઉન્ટમાંથી પૈસા નિકળી શકે છે. જોકે ડેટા લીક થતાં તમારો આધાર, મોબાઇલ નંબર, ડેટ ઓફ બર્થ, બેંક એકાઉન્ટ અને પીએફ એકાઉન્ટ નંબર જેવી જરૂરી જાણકારી બીજાના હાથ લાગી શકે છે. તેનો ઉપયોગ ફ્રોડ કરતી વખતે કરી શકે છે. બધી માહિતી હોવાથી પીએફ એકાઉન્ટમાંથી પૈસા કાઢી શકાય છે. જોકે ઇપીએફઓ કાઢતી વખતે ઘણા પ્રકારના વેરિફિકેશન કરે છે. સાથે જ સાયબર સિક્યોરિટીને લઇને પણ નક્કર પગલાં ભરવામાં આવ્યા છે.

EPFO એ જાહેર કરી સ્પષ્ટતા
ડેટા લીક અને વેબસાઇટ હેક થવાના સમાચાર બાદ EPFO અને શ્રમ મંત્રાલયે નિવેદન જાહેર કરી કહ્યું કે કોઇ ડેટા લીક થયો નથી. પીએફ એકાઉન્ટધારકોનો સંપૂર્ણ ડેટા સુરક્ષિત છે. કેટલીક સેવાઓ સુરક્ષાઓ માટે બંધ કરવામાં આવી છે. સાથે જ આધાર સંબંધિત જાણકારીઓ પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. આધાર ડેટા લીક થવાના મુદ્દે સવાલ ઉદભવતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news