આપણી સરહદો પર જે માહોલ બનાવવામાં આવ્યો છે.... રાફેલથી રક્ષામંત્રીની ચીનને ચેતવણી


રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સ્પષ્ટ શબ્દોમાં ચીનને ચેતવણી આપી છે. લડાકૂ વિમાન રાફેલને ભારતીય વાયુસેનામાં ઔપચારિક રૂપથી સામેલ થવાના સમારોહમાં રાજનાથે કહ્યુ કે, આ મલ્ટીરોલ ફાઇટર જેટ દુશ્મનોને જવાબ આપવા માટે પૂરતા છે. 
 

આપણી સરહદો પર જે માહોલ બનાવવામાં આવ્યો છે.... રાફેલથી રક્ષામંત્રીની ચીનને ચેતવણી

અંબાલાઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે લડાકૂ વિમાન રાફેલને ભારતીય વાયુસેનામાં ઔપચારિક રૂપથી સામેલ થવાની સાથે ચીનને એક આંકડો સંદેશ પણ આપવામાં આવ્યો છે. રાજનાથ સિંહે કહ્યુ કે, સરહદો પર જે રીતે માહોલ બન્યો છે અથવા બનાવવામાં આવ્યો છે તેને જોતા રાફેલનું ઇંડક્શન ખુબ મહત્વનું છે. તેમણે કહ્યું કે, રાફેલ ગેમ ચેન્જર છે અને મલ્ટી રોલ કેપિસિટીની સાથે દુશ્મનોને પાઠ ભણાવવા સક્ષમ છે. 

દુશ્મનના દુઃસાહસનો મળશે આકરો જવાબ
રાજનાથે કહ્યુ કે, ભારત વસુધૈવ કુટુમ્બકમ માટે પ્રતિબદ્ધ છે પરંતુ સરહદો પર કોઈ દુઃસાહસનો જવાબ આપવા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું, 'આપણી સરહદો પર જે પ્રકારનો માહોલ હાલના દિવસોમાં બન્યો છે કે બનાવવામાં આવ્યો છે, તે પ્રમાણે આ ઇંડક્શન ખુબ મહત્વનું છે. રાફેલ સામેલ થવું સરહદી સુરક્ષા અને પ્રાદેશિક અખંડતા બનાવી રાખવા માટે ખુબ મહત્વનું છે.'

ફ્રાન્સના રાફેલ કરતા પણ ભારતનું રાફેલ વધુ દમદાર, જાણો કેવી રીતે?

વાયુસેનાની કરી પ્રશંસા
રાજનાથ સિંહે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક ચીનની હાલની હરકતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સરહદ પર હાલમાં થયેલી ઘટનાઓ બાદ વાયુસેનાએ જે રીતે કામ કર્યું છે તે જબરદસ્ત છે. તેમણે કહ્યું, 'વાયુસેનાનું આ કામ વિશ્વાસ પેદા કરે છે કે તે કોઈપણ પરિસ્થિતિમાં ઓછા સમયમાં તૈયાર છે. વાયુસેનાએ ફોરવર્ડ સરહદ પર તત્કાલ પોતાના વિમાન તૈનાત કરી દુશ્મનોને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે. દુશ્મન હવે કોઈપણ પ્રકારની હરકત કરતા પહેલા ઘણીવાર વિચારશે.'

યુદ્ધમાં રાફેલ અપાવશે વિજયી ધાર
રાજનાથ સિંહે કહ્યુ કે, રાફેલના ભારતીય વાયુસેનામાં સામેલ થવાથી આપણે યુદ્ધમાં વિજયી ધાર મળશે. તેમણે કહ્યું, 'ઉત્તરી સરહદ પર સુરક્ષા પડકારોથી અમે સંપૂર્ણ રીતે પરિચિત છીએ. આપણી સતર્કતા જ આપણો સૌથી પહેલો ઉપાય છે. આપણો દેશ અને આપણો સમાજ વાયુસેનાને કારણે સુરક્ષિત અને આત્મસન્માનની જિંદગી જીવી રહ્યો છે. આપણે તેને કોઈપણ કિંમત પર યથાવત રાખવા ઈચ્છીએ છીએ.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news