રજનીકાંતે PM મોદી અને અમિત શાહને 'કૃષ્ણ-અર્જૂન' ગણાવ્યાં, કલમ 370 પર આપ્યું મોટું નિવેદન

સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સરકારનો નિર્ણય સારો છે.

રજનીકાંતે PM મોદી અને અમિત શાહને 'કૃષ્ણ-અર્જૂન' ગણાવ્યાં, કલમ 370 પર આપ્યું મોટું નિવેદન

નવી દિલ્હી: સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના વખાણ કર્યાં. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો સરકારનો નિર્ણય સારો છે. આ માટે પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને અભિનંદન. રજનીકાંતે વધુમાં કહ્યું કે પીએમ મોદી અને શાહ કૃષ્ણ-અર્જૂન જેવા છે. 

अनुच्‍छेद 370 हटाना अच्‍छा फैसला, PM मोदी और अमित शाह कृष्‍ण-अर्जुन की तरह हैं : रजनीकांत

રજનીકાંતે આ વાત ચેન્નાઈમાં આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કરી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિના કાર્યકાળના બે વર્ષ પૂરા થવા પર 'લિસ્નિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ' ટાઈટલવાળા પુસ્તકનું વિમોચન થવાનું છે. આ વિમોચન ગૃહ મંત્રી અમિત શાહ કરશે. પુસ્તકમાં નાયડુના બે વર્ષના કાર્યકાળના વૃતાંતનો ઉલ્લેખ કરાયો છે. પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય પર્યાવરણ, વન જળવાયુ પરિવર્તન અને સૂચના તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા થઈ રહ્યું છે. 

જુઓ VIDEO

એક અધિકૃત નિવેદનમાં જણવવામાં આવ્યું કે પુસ્તકનું ટાઈટલ 'લિસ્નિંગ, લર્નિંગ એન્ડ લીડિંગ' છે અને તેમાં છેલ્લા બે વર્ષ દરમિયાન દેશના તમામ પ્રદેશો અને કેન્દ્રશાસિત રાજ્યોમાં ઉપરાષ્ટ્રપતિના 330 સાર્વજનિક આયોજનોની કેટલીક ઝલક છે. પુસ્તકમાં નાયડુના પ્રમુખ રાજનયિક સંમેલનોનો ઉલ્લેખ છે. જેમાં ચાર મહાદેશોના તેમના પ્રવાસ સામેલ છે. આ ઉપરાંત પુસ્તકમાં રાજ્યસભા સભાપતિ તરીકે તેમની ઉપલબ્ધિઓ અને પહેલોનો ઉલ્લેખ છે. તેઓ પનામા, ગ્વાટેમાલા, કોસ્ટા રિકા, અને માલ્ટાના પ્રવાસે જનારા પહેલવહેલા ભારતીય ઉપરાષ્ટ્રપતિ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news