કર્ણાટક: સ્પીકરનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ પહોંચ્યા 14 બળવાખોર ધારાસભ્યો

કર્ણાટકનાં 14 અયોગ્ય જાહેર કરાયેલા બળવાખોર ધારાસભ્યો હવે સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે. આ 14 બળવાખોર ધારાસભ્યોને કર્ણાટક વિધાનસભાનાં તત્કાલીન સ્પીકર કેઆર રમેશે અયોગ્ય જાહેર કરી દીધા હતા. કોંગ્રેસ 13, જેડીએસનાં 3 ધારાસભ્યોએ પોતાની પાર્ટીમાં બળવો પોકાર્યો હતો અને ધારાસભ્યપદ પર રાજીનામું ધરી દીધું હતું.
કર્ણાટક: સ્પીકરનાં નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ પહોંચ્યા 14 બળવાખોર ધારાસભ્યો

નવી દિલ્હી : કર્ણાટકનાં 14 અયોગ્ય જાહેર કરાયેલા બળવાખોર ધારાસભ્યો હવે સુપ્રીમ કોર્ટની શરણે પહોંચ્યા છે. આ 14 બળવાખોર ધારાસભ્યોને કર્ણાટક વિધાનસભાનાં તત્કાલીન સ્પીકર કેઆર રમેશે અયોગ્ય જાહેર કરી દીધા હતા. કોંગ્રેસ 13, જેડીએસનાં 3 ધારાસભ્યોએ પોતાની પાર્ટીમાં બળવો પોકાર્યો હતો અને ધારાસભ્યપદ પર રાજીનામું ધરી દીધું હતું.

Zomato વિવાદ: અમિત શુક્લા વિરુદ્ધ ધાર્મિક ભાવના ભડકાવવા માટે થશે કાર્યવાહી
આ ધારાસભ્યોનાં રાજીનામાનાં કારણે એચડી કુમાર સ્વામીએપોતાની સરકાર ગુમાવવી પડી હતી. જો કે સ્પીકર રમેશ કુમારે ઘણા લાંબા સમય બાદ પહેલા ત્રણ અને ત્યાર બાદ બાકીનાં તમામ ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરી દીધા હતા. આ તમામ ધારાસભ્યો આ સરકારનાં કાર્યકાળ એટલે કે 2023 સુધી રાજ્યમાં કોઇ પણ ચૂંટણી કે પેટા ચૂંટણી લડી શકે નહી. આ જ કારણ છે કે બળવાખોર ધારાસભ્યોમાં આ નિર્ણય મુદ્દે આઘાતમાં છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, દિલ્હીમાં 200 યૂનિટ સુધી વીજળી મફત
આ તમામ ધારાસભ્યો આ સરકારનાં કાર્યકાળ એટલે કે 2023 સુધી રાજ્યમાં ચૂંટણી નહી લડી શકે તેવા નિર્ણયને કારણે હતપ્રભ છે. જો કે હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી હતી. જે આખરે સાચી ઠરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બળવાખોર ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ હતી. જો કે હવે સ્પિકરે અયોગ્ય ઠેરવતા આ ધારાસભ્યો માટે ન ઘરના ન ઘાટના જેવી સ્થિતી પેદા થઇ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news