SCO Summit: ભારતે હંમેશા, આતંકવાદ, ગેરકાયદેસર હથિયારો અને મની લોન્ડ્રિંગના વિરોધમાં અવાજ ઉઠાવ્યોઃ પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટ (Shanghai Cooperation Organisation, SCO Summit)ની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાક પીએમ ઇમરાન ખાન સહિત વિશ્વના અન્ય નેતા જોડાયા હતા. 

SCO Summit: ભારતે હંમેશા, આતંકવાદ, ગેરકાયદેસર હથિયારો અને મની લોન્ડ્રિંગના વિરોધમાં અવાજ ઉઠાવ્યોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એસસીઓ સમિટ (Shanghai Cooperation Organisation, SCO Summit)ની વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાક પીએમ ઇમરાન ખાન સહિત વિશ્વના અન્ય નેતા જોડાયા હતા. વર્ચ્યુઅલ બેઠકમાં બોલતા પીએમ મોદીએ કહ્યુ કે, સંયુક્ત રાષ્ટ્ર (United Nations)એ પોતાના 75 વર્ષ પૂરા કર્યા છે. પરંતુ અનેક સફળતાઓ બાદ પણ સંયુક્ત રાષ્ટ્રનું મૂળ લક્ષ્ય હજુ અધુરૂ છે. મહામારીની આર્થિક અને સામાજીક પીડાનો સામનો કરી રહેલા વિશ્વની અપેક્ષા છે કે યૂએનની વ્યવસ્થામાં ધરમૂળથી પરિવર્તન આવે. અભૂતપૂર્વ કોરોના મહામારીના આ અત્યંત મુશ્કેલ સમયમાં ભારતના ફાર્મા ઉદ્યોગે 150થી વધુ દેશોને જરૂરી દવાઓ મોકલી છે. વિશ્વના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક દેશના રૂપમાં ભારત પોતાની વેક્સિન ઉત્પાદન અને વિતરણ ક્ષમતાનો ઉપયોગ આ સંકટ સામે લડવામાં માનવતાની મદદ કરવા માટે કરશે. 

તેમણે કહ્યું કે, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે એસસીઓ એજન્ડામાં વારંવાર બિનજરૂરી રીપે દ્વિપક્ષીય મુદ્દાને લાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે, જે એસસીઓ ચાર્ટર અને સંઘાઈ સ્પ્રિટનું ઉલ્લંઘન કરે છે. આ પ્રકારના પ્રયાસ એસસીઓને પરિભાષિત કરનારી સર્વસંમત્તિ અને સગયોગની ભાવનાથી વિપરીત છે. 

પીએમ મોદીએ કહ્યું કે, આ એક રેફોર્મ્ડ મલ્ટીલેટરલિસ્ટમ છે જે આજની વૈશ્વિક વાસ્તવિકતાઓને દર્શાવે, જે બધી સ્ટોકહોલ્ડર્સ (stakeholders)ની અપેક્ષાઓ, સમકાલીન પડકારો અને માનવ કલ્યાણ જેવા વિષયો પર ચર્ચા કરે. આ પ્રયાસમાં આમને એસસીઓ સભ્ય રાષ્ટ્રોનું પૂર્ણ સમર્થન મળવાની અપેક્ષા છે. 

'મોદીના હનુમાન' ચિરાગે કરી દીધુ કામ, BJP નંબર-1, નીતીશ કુમાર ત્રીજા સ્થાને

એસસીઓ સમિટમાં બોલતા પીએમ મોદીએ કહ્યુ કે, ભારતને શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિ પર દ્રઢ વિશ્વાસ છે અને અમે હંમેશા આતંકવાદ, ગેરકાયદેસર હથિયારોની તસ્કરી, ડ્રગ્સ અને મની લોન્ડ્રિંગના વિરોધમાં અવાજ ઉઠાવ્યો છે. ભારત એસસીઓ ચાર્ટરમાં નિર્ધારિત સિદ્ધાંતો અનુસાર એસસીઓ હેઠળ કામ કરવાની પોતાની પ્રતિબદ્ધતામાં દ્રઢ રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news