જમ્મુ-કાશ્મીરમાં સરકારે પોતાના પગ પર જ માર્યો કુહાડો? આંકડા કહે છે આવું
છેલ્લા કેટલાક દિવસોથી બોર્ડર પર સંઘર્ષની સ્થિતિ છે
Trending Photos
શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં એકતરફી સંઘર્ષ વિરામની જાહેરાત પછી હિંસાની ઘટનામાં ભા્રે વધારો થયો છે. ગૃહ મંત્રાલયે જાહેર કરેલી માહિતી પ્રમાણે અહીં હિંસાની ઘટના ત્રણ ગણી વધી છે. 16મેએ કેન્દ્ર તરફથી રમઝાન મહિનામાં એકતરફી સંઘર્ષ વિરામની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત પછી આતંકની ઘટનાઓમાં ત્રણ ગણો વધારો થયો છે. આમ, આંકડા પરથી તો લાગે છે કે આ જાહેરાત કરીને કેન્દ્ર સરકારે પોતાના જ પગ પર કુહાડો માર્યો છે.
પરિસ્થિતિ પર નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે સીઝફાયરની જાહેરાતના એક અઠવાડિયા પહેલાં કોઈ આતંકી મર્યો હોય એવા સમાચાર નહોતા અને જાહેરાત પછી 4 આતંકી મર્યા છે. આ સિવાય એક નાગરિકનું પણ મોત થયું છે અને 13 ઘાયલ થયા છે. આ જાહેરાત પછી પથ્થરબાજીની ઘટનાઓમાં ઘટાડો થયો છે. સીઝફાયરની જાહેરાત પહેલાં પથ્થરબાજીની 44 ઘટનાઓ બની હતી અને જાહેરાત પછી આ આંકડો 16 સુધી પહોંચ્યો છે.
નોંધનીય છે કે રમઝાન માસમાં પણ પાકિસ્તાન દ્વારા સીઝફાયરનો ઉલ્લંઘન કરી એલઓસી પર સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં અડધો ડઝનથી વધુ લોકોના મોત થયા છે. આ સંજોગોમાં ગૃહમંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનને આકરી ચેતાવણી આપી છે. તેમણે કહ્યું કે, બીએસએફ પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપે. બુધવારે પણ પાકિસ્તાન તરફથી ગોળીબારી કરવામાં આવી હતી. તો મંગળવારે જમ્મુમાં આરએસપુરા, રામગઢ અને અરનિયા સેક્ટરમાં સરહદે સામેથી ગોળીબારી કરવામાં આવી હતી. જેમાં એક આઠ માસના માસૂમ બાળકનું મોત થયું હતું અને એક એસપીઓ સહિત છ લોકો ઘાયલ થયા હતા. ભારતે પણ જડબાતોડ જવાબ આપ્યો હતો જેમાં એક પાકિસ્તાની રેન્જર ઠાર કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે