સારા વરસાદ માટે ગુજરાતના મુખ્યમંત્રીએ બનાવ્યો 'વૈદિક પ્લાન'

એક તરફ જ્યાં સૂર્યદેવ તેમનો પ્રક્રોપ વધારી રહ્યા છે અને જળ સંસાધનો સુકાઇ રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત સરકાર આગામી ચોમાસામાં સારા વરસાદ માટે 'દૈવીય કૃપા' પ્રાપ્ત કરવા માટે વૈદિક કાળમાં અપનાવવામાં આવતા ઉપાયને અજમાવવા જઇ રહ્યા છે. 

સારા વરસાદ માટે ગુજરાતના મુખ્યમંત્રીએ બનાવ્યો 'વૈદિક પ્લાન'

અમદાવાદ: એક તરફ જ્યાં સૂર્યદેવ તેમનો પ્રક્રોપ વધારી રહ્યા છે અને જળ સંસાધનો સુકાઇ રહ્યા છે, તો બીજી તરફ ગુજરાત સરકાર આગામી ચોમાસામાં સારા વરસાદ માટે 'દૈવીય કૃપા' પ્રાપ્ત કરવા માટે વૈદિક કાળમાં અપનાવવામાં આવતા ઉપાયને અજમાવવા જઇ રહ્યા છે. સારા વરસાદ માટે ગુજરાતની રૂપાણી સરકારે 31 મેના રોજ 33 જિલ્લાઓમાં 'પર્જન્ય યજ્ઞ' કરવાનો નિર્ણય લીધો છે.

સાથે જ રાજ્યના 8 મુખ્ય શહેરોમાં પણ વરસાદના દેવતા ઇંદ્ર દેવ અને પાણીના દેવતા વરૂણદેવને ખુશ કરવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા એક મહિના માટે ચલાવવામાં આવી રહેલા 'સુજલામ સુફલામ જળ અભિયાન'નું સમાપન 'પર્જન્ય યજ્ઞ' દ્વારા કરવામાં આવશે. આ ડ્રાઇવ માટે ડી-સ્ટિલ અને નદીઓ, તળાવો, સરોવરો અને કેનાલ અને જળ એકમોને આગામી મોનસૂન સીઝનમાં ઉંડા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. બુધવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ અભિયાનનું સમાપન યજ્ઞ કરીને કરવાનો નિર્ણય લીધો છે. 

ભીષણ ગરમી સામે ઝઝૂમી રહ્યા છે લોકો
રાજ્યના ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે 'સરકારે સારા ચોમાસા માટે 31 મેના રોજ પર્જન્ય યજ્ઞનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે. આ યજ્ઞ આખા ગુજરાતમાં 41 જગ્યાએ કરવામાં આવશે અને યજ્ઞ સમાપ્ત થયા બાદ પ્રસાદ વહેંચવામાં આવશે. હું મુખ્યમંત્રી વિજય રૂપાણી, રાજ્યના મંત્રી અને વરિષ્ઠ અધિકારીઓ આ યજ્ઞોમાં ભાગ લઇશું. જેમાં અમે લોકો સાથે વાતચીત પણ કરીશું.'

તમને જણાવી દઇએ કે ગુજરાત આ ભીષણ ગરમીમાં પાણીની અછત સામે ઝઝૂમી રહ્યું છે. રાજ્યના 204 ડેમમાં પાણીના ભંડારની ક્ષમતા 25,227 એમસીએમ (મિલિયન ક્યૂબિક મીટર)નું લેવલ 29 ટકા પાણી બચ્યું છે. 2019માં લોકસભાની ચૂંટણી યોજાવવાની છે. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને ડર છે કે ચોમાસામાં મોડું અથવા પાણીની અછતના લીધે લોકોમાં અસંતોષ ફેલાઇ શકે છે જેના લીધે તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news