INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી

હાઇ પ્રોફાઇલ આઇએનએક્સ મીડિયા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીએ સરકારી સાક્ષી બનવાની માગ કરી છે જેને કોર્ટે સ્વીકારી છે. ઇન્દ્રાણી મુખર્જીએ પોતે આ કેસમાં સરકારી સાક્ષી બનાવ માટે કોર્ટમાં અરજી કરી હતી.

INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી

નવી દિલ્હી: હાઇ પ્રોફાઇલ આઇએનએક્સ મીડિયા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીએ સરકારી સાક્ષી બનવાની માગ કરી છે જેને કોર્ટે સ્વીકારી છે. ઇન્દ્રાણી મુખર્જીએ પોતે આ કેસમાં સરકારી સાક્ષી બનાવ માટે કોર્ટમાં અરજી કરી હતી. ઇન્દ્રાણી મુખર્જી આઇએનએક્સ મીડિયાની પૂર્વ ડિરેક્ટર છે. તમને જણાવી દઇએ કે આ કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ આરોપી છે.

આ પહેલા ભ્રષ્ટાચારના આ કેસમાં ઇન્દ્રાણી મુખર્જીની સરકારી સાક્ષી બનવાની અરજીને સીબીઆઇનું સમર્થન મળ્યું હતું. સીબીઆઇની દલીલ છે કે, તેનાથી આ કેસમાં પુરાવાઓને મજબૂતી મળશે.

(ઇન્દ્રાણી મુખર્જી તેમની પુત્રી શીના બોરાના હત્યા કેસમાં સજા ભોગવી રહી છે)

આઇએનએક્સ મીડિયા કેસ વર્ષ 2007માં આઇએનએક્સ મીડિયાને મળેલા રૂપિયા માટે વિદેશી રોકાણ સંવર્ઘન બોર્ડથી મંજૂરી મળ્યા સાથે જોડાયેલો છે. 305 કરોડ રૂપિયાના આ હાઇ પ્રોફાઇલ કૌભાંડમાં પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમનું પણ નામ સામેલ છે. સીબીઆઇ અને ઇડી કેસમાં તપાસ કરી રહી છે કે કેવી રીતે પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને 2007માં વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડથી આઇએનએક્સ મીડિયા માટે મંજૂરી મળી હતી. જ્યારે તે સમયે નાણામંત્રી પોતે તેમના પિતા પી. ચિદમ્બરમ હતા.

સીબીઆઇ અને ઇડીની તપાસમાં એવું જાણવા મળ્યું કે, વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડથી મંજૂરી અપાવવા માટે આઇએનએક્સ મીડિયાના નિયામક પીટર મુખર્જી અને ઇન્દ્રાણી મુખર્જીએ પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી. જેનાથી વિદેશ રોકાણ સંવર્ધન બોર્ડથી મંજૂરીમાં કોઇ વિંલબ ના થાય. તમને જણાવી દઇએ કે ઇન્દ્રાણી મુખર્જી મુંબઇની ભાયખલા જેલમાં તેમની પુત્રી શીના બોરાના હત્યા કેસમાં સજા ભોગવી રહી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news