RSS માનહાનિ કેસ: કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું- ‘હું નિર્દોષ છું’, મળ્યા અગોતરા જામીન
કોંગ્રેસના અધ્યક્ષ પર પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી ગુરૂવારે આરએસએસ માનહાનિ કેસમાં મુંબઇની શિવડી કોર્ટમાં હાજર થયા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમમે કહ્યું કે, હું આ કેસમાં દોષિત નથી, હું નિર્દોષ છું.
Trending Photos
નવી દિલ્હી: કોંગ્રેસના અધ્યક્ષ પર પરથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી ગુરૂવારે આરએસએસ માનહાનિ કેસમાં મુંબઇની શિવડી કોર્ટમાં હાજર થયા છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમમે કહ્યું કે, હું આ કેસમાં દોષિત નથી, હું નિર્દોષ છું. કોર્ટે તેમના 15 હજાર રૂપિયાના જામિનખત આધારે જામીન મંજૂર કર્યા છે. તેમના જામિનખત કોંગ્રેસ નેતા એકનાથ ગાયકવાડે ભર્યા. આ ઉપરાંત કેસ સંબંધિત હાજર થવા માટે સીપીઆઈ (એમ) નેતા સીતારામ યેચૂરી પણ કોર્ટ પહોંચ્યા હતા. પત્રકાર ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાદિત નિવેદનોમાં ફસાયેલા રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા. રાહુલ ગાંધીએ ગૌરી લંકેશ હત્યાકાંડમાં વિવાસ્પદ નિવેદનો આપતા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘને લઇને આપત્તિજનક ટિપણી કરી હતી.
(સીતારામ યેચૂરી પણ પહોંચ્યા કોર્ટમાં, ફોટોસાભાર- ANI)
રાહુલ ગાંધીએ ગૌરી લંકેશની હત્યા પાછળ આરએસએસનો હાથ હોવાનું જણાવ્યું હતું જેને લઇ તેઓ વિવાદોમાં ઘેરાયા હતા. રાહુલ ગાંધીના આ નિવેદન પર આપત્તિ દર્શાવતા આરએસએસના સ્વયંસેવક અને વ્યવસાયથી વકીલ ધૂતમાન જોશીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની સામે મુંબઇની શિવડી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કોર્ટની સુનાવણી બાદ ગુરૂવાર સવારે રાહુલ ગાંધીએ શિવડી કોર્ટમાં હાજર થવા કહેવામાં આવ્યું હતું.
વધુમાં વાંચો:- રાહુલ ગાંધીના રાજીનામા પર બોલી પ્રિયંકા, ‘બહુ ઓછા લોકોમાં આવી હિંમત... નિર્ણયને દિલથી સન્માન’
કોર્ટે ગત સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલોએ કોર્ટમાં જણાવ્યું હતું કે, લોકસભા ચૂંઠણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી રાહુલ ગાંધી કોર્ટમાં આવી શક્યા નહોતા. કોર્ટે રાહુલ ગાંદીને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યો હતો. કોંગ્રેસ પાર્ટી પહેલાથી જ રાજકીય સંકટમાં ઘેરાયેલી છે. બુધવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાહુલ ગાંધીની અધ્યક્ષ ખુરશી પર ઇન્ટરિમ અધ્યક્ષ તરીકે પાર્ટીના વરિષ્ઠ નેતા મોતીલાલ વોરાનું નામ સામે આવ્યું છે. આ વચ્ચે કોર્ટમાં હાજરી માટે કોંગ્રેસના યુવરાજ ગુરૂવારે મુંબઇની કોર્ટની સુનાવણીમાં હાજરી આપવા પહોંચ્યા છે.
(રાહુલ ગાંધીએ ગૌરી લંકેશની હત્યાને લઇને સંઘના સંબંધમાં આપ્યું હતું વિવાદિત નિવેદન, ફાઇલ ફોટો)
રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી કોર્ટ કેસોમાં કંઇક વધારે ફસાયેલા છે. ગૌરી લંકેશ હત્યાકાંડ મામલે RSS પર નિવેદન આપવું રાહુલ ગાંધીના ગળાની ફાંસ બની ગયું છે. જેમાં તેઓ શિવડી કોર્ટમાં પહેલી વખત હાજરી આપી રહ્યા છે. રાહુલ ગાંધી પર મુંબઇ નજીક આવેલી ભિવંડી કોર્ટમમાં પહેલાથી જ એક કેસ દાખલ છે. રાહુલ ગાંદીએ નિવેદન આપતા કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની હત્યામાં RSS સામેલ હતું. આ નિવેદન સામે RSSના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી સામે ભિવંડી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જે હચુ રપણ ચાલી રહ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે