આસારામ રેપ કેસની એ ખાસ વાતો જે તેને આવવા નહીં દે જેલની બહાર
વિશેષ ન્યાયાધિશ મધુસુદન શર્મા જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનેલા કોર્ટરૂમમાં પોતાનો નિર્ણય સંભળાવશે
Trending Photos
જોધપુર : છેલ્લા કેટલાક દિવસોમાં દેશમાં સગીર સાથે દુષ્કર્મ કરનારને ફાંસી આપવાની કાયદાકીય જોગવાઈ થઈ છે. પોક્સો એક્ટમાં બદલાવ પછી આજે જોધપુર કોર્ટ આસારામ વિરૂદ્ધ સગીરના યૌન શોષણ મામલે નિર્ણય સંભળાવાની છે. વિશેષ ન્યાયધિશ મધુસુદન શર્મા જોધપુર સેન્ટ્રલ જેલની અંદર બનેલા કોર્ટરૂમમાં પોતાનો નિર્ણય સંભળાવશે. આસારામને જો આ મામલામા રાહત મળી જશે તો પણ તે જેલની બહાર નહીં આવી શકે.
આસારામ રેપ કેસનો નિર્ણય આજે, થોડા સમયમાં શરૂ થશે સુનાવણી
આસારામનો દોષ લગભગ નક્કી
માનવામાં આવે છે કે આસારામ યૌન શોષણના મામલામાં દોષિત સાબિત થાય એ લગભગ નક્કી છે કારણ કે પીડિયા 27 દિવસ લાંબી પૂછપરછ પછી 94 પાનાઓમાં નિવેદન નોંધાવ્યું છે. પોલીસ પુછપરછ દરમિયાન પીડિતા એકપણ વાર ડરી નહોતી અને પોતાનું નિવેદન બદલ્યું નહોતું. આ મામલામાં પીડિતાના મદદગાર કૃપાલસિંહની પણ હત્યા થઈ છે જેનો આરોપ પણ આસારામ પર જ છે. આ મામલામાં 2008માં કોર્ટમાં આસારામના વકીલે પીડિતાના પિતા પર 50 કરોડ રૂ. માંગવાનો આરોપ મૂક્યો હતો જે સાબિત નહોતો થઈ શક્યો
જેલમાં જ રહેશે આસારામ!
આસારામ વિરૂદ્ધ પોક્સો એક્ટ 2012 અંતર્ગત મામલો નોંધવામાં આવ્યો હતો. જે સમયે આ કેસ નોંધાયો ત્યારે પીડિતાની વય 17 વર્ષની હતી. આ પછી આસારામ પર 376મી કલમ અંતર્ગત મામલો નોંધવામાં આ્વ્યો હતો. આસારામ પર કુલ 14 કલમ લગાવવામાં આવી છે જેના કારણે ઓછામાં ઓછી 10 વર્ષની સજા થવાનું લગભગ નક્કી છે. જો આજે કોર્ટ આસારામને છોડી દે તો તેની ટ્રાન્સફર ગુજરાત જેલમાં કરવામાં આવશે. તેના પર ગુજરાતમાં ટ્રાયલ પેન્ડિંગ હોવાના કારણે આસારામ જેલની બહાર નીકળી શકે એવી સંભાવના બહુ ઓછી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે