દુષ્કર્મ કેસ : જેલમાં કેવી રહી ચુકાદા પહેલાંની આસારામની છેલ્લી રાત?

હાલમાં જોધપુર ખાતે ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે

દુષ્કર્મ કેસ : જેલમાં કેવી રહી ચુકાદા પહેલાંની આસારામની છેલ્લી રાત?

જોધપુર : સગીરના યૌનશોષણ મામલામાં જોધપુરની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામ પર ચુકાદાની તલવાર તોળાઈ રહી છે. આ નિર્ણય પહેલાંની રાત જેલમાં આસારામે ભારે બેચેની સાથે પસાર કરી. રિપોર્ટ પ્રમાણે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ આસારામ મંગળવારે મોડી રાત સુધી સુઈ શક્યો નહોતો અને બેરેકમાં ફરતો રહ્યો હતો. આ સિવાય તેને રોજની જેમ આશ્રમમાંથી આવેલું ભોજન આપવામાં આવ્યું હતું પણ તેણે આ ભોજન પણ ખાધું નહોતું. મંગળવારે મોડી રાતે લગભગ 12 વાગ્યા સુધી આસારામ બેચેન પરિસ્થિતિમં જોવા મળ્યો હતો. 

જોધપુરની કોર્ટ આજે બળાત્કારના આરોપના મામલે આસારામ વિરૂદ્ધ ચાલી રહેલા કેસની સુનાવણી હાથ ધરશે. જોધપુર સેન્ટ્રલ કોર્ટની અંદર બનેલી વિશેષ કોર્ટમાં થોડીવારમાં જ સુનાવણી શરૂ થશે. આ સુનાવણી માટે જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્મા પહોંચી ગયા છે. જો આ મામલામાં આસારામ દોષિત સાબિત થાય તો તેને ઓછામાં ઓછી 10 વર્ષની અને વધારેમાં વધારે ઉંમરકેદની સજા થઈ શકે છે. આ સુનાવણી પછી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે રાજસ્થાન, ગુજરાત અને હરિયાણા સરકારને સુરક્ષા વધારે સઘન બનાવવા માટે કહી દેવામાં આવ્યું છે કારણ કે આ ત્રણ રાજ્યમાં 77 વર્ષના આસારામના સૌથી વધારે અનુયાયીઓ છે. 

ચુકાદા પહેલાં આસારામના સમર્થકો અને સાધકો હજારોની સંખ્યા એકઠા થવાથી હાલમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ 21 એપ્રિલથી 30 એપ્રિલ સુધી અમલમાં રહેશે. આ દરમિયાન કોઇપણ પ્રકારની વિવાદિત ઘટના ન બને એ માટે પોલીસ અત્યારથી સતર્ક થઇ ગઇ છે. હવે કલમ 144 લાગૂ થવાથી પાંચથી વધુ લોકોની ભીડ એકઠી થઇ શકશે નહી. 

શુ્ં છે મામલો? 
આસારામના ગુરૂકુળમાં અભ્યાસ કરતી એક કિશોર વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે 15 ઓગસ્ટ, 2013ના રોજ આસારામે જોધપુર નજીક મણાઇ ગાવમાં સ્થિત એક ફાર્મ હાઉસમાં તેની જાતીય સતામણી કરી. 20 ઓગસ્ટ, 2013ના રોજ દિલ્હીના કમલા નગર પોલીસ મથકમાં આસારામ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો. જોધપુર કેસના કારણે દિલ્હી પોલીસે ઝીરો નંબરની પ્રાથમિકી દાખલ કરી તેને જોધપુર મોકલી. 

2013થી જોધપુર જેલમાં બંધ છે આસારામ
જોધપુર પોલીસે આસારામ વિરૂદ્દ કિશોરીનું જાતિય શોષણ કરવાનો કેસ દાખલ કર્યો. જોધપુર પોલીસ 31 ઓગસ્ટ, 2013ના રોજ ઇન્દોરથી આસારામની ધરપકડ કરવામાં આવી. આસારામ ત્યારથી સતત જોધપુર જેલમાં જ બંધ છે. આ દરમિયાન તેમની દ્વાર હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સહિત જિલ્લા ન્યાયાલયમાં 11 વખત જામીન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. તેમની તરફથી રામ જેઠમલાણી, સુબ્રમણ્યમ સ્વામી, સુલમાન ખુરશીદ સહિત દેશના ઘણા જાણીતા વકીલ પૈરવી કરી ચૂક્યા છે, પરંતુ કોર્ટમાંથી આસારામને જામીન મળ્યા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news