રાજસ્થાન BJP ના આ 38 નેતાઓની ટિકિટ ખતરામાં, મોદી-શાહ આ ફોર્મૂલા તૈયાર

Rajasthan news today : રાજસ્થાન ચૂંટણી માટે હવે પીએમ મોદી અને અમિત શાહ ગુજરાત ચૂંટણી પરિણા આવ્યા બાદ સક્રીય થશે. ગુજરાતમાં જે પ્રકાર ટિકિટ વહેંચવામાં આવી છે. જો તે ફોર્મૂલા લાગૂ થાય છે તો પ્રદેશમાં કયા નેતાઓની ટિકિટ કપાશે અને શું છે ટિકિટ વિતરણનો ફોર્મૂલા. 

રાજસ્થાન BJP ના આ 38 નેતાઓની ટિકિટ ખતરામાં, મોદી-શાહ આ ફોર્મૂલા તૈયાર

Rajasthan : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ જીત પ્રાપ્ત કરી છે. પરંતુ પીએઅ મોદી અને અમિત શાહ જો રાજસ્થાનમાં પણ ગુજરાત ફોર્મૂલા લાગૂ કર્યો તો 30 સાંસદ અને ધારાસભ્યોને ટિકિટ કપાવવાનું નક્કી ગણવામાં આવી રહ્યું છે. રાજસ્થાન ભાજપમાં મુખ્યમંત્રી પદના ઘણા દાવેદાર છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપ પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયા, કેંદ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત ઘણા નેતા રેસમાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા તો મોટાભગે એ પણ કહે છે કે ભાજપમાં એક ડઝનમાં દાવેદાર છે. 

ગુજરાતમાં ભાજપે યુવાઓને વધુ તક આપી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને ડેપ્યુટી સીએમ નિતિન પટેલની ટિકિટ કાપીને ઘરે બેસાડી દીધા. એમ કહેવામાં આવ્યું છે કે આ નેતા યુવાનોનું માર્ગદર્શન કરશે. આ ઉપરાંત ચૂંટણી વર્ષમાં આખી સરકાર બદલી નાખી. જ્યારે વિજય રૂપાણીને સીએમ પદેથી દૂર કરવામાં આવ્યા તો તેમની સાથે આખી કેબિનેટ બદલી દીધી. બધા નવા મંત્રી બનાવવામાં આવ્યા. કેટલાક રાજકીય વિશ્લેષકોએ ચૂંટણી વર્ષમાં આ પ્રયોગ પર પ્રશ્નો ઉભા કર્યા પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલી બંપર જીતે મોદી શાહના ફોર્મૂલા પર સફળતાની મોહર લગાવી. 

શું રાજસ્થાનમાં લાગૂ થશે ફોર્મૂલા
રાજસ્થાનમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાના બહાને કોંગ્રેસ સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં જઇ શકે છે. અશોક ગેહલોત પણ આ વખતે જલદી રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. 10 ડિસેમ્બરથી બજેટ પર ભલામણ માંગવાની પણ શરૂઆત થઇ જશે. બીજી તરફ ચૂંટણી બાદ ભાજપ હાઇકમાન્ડ પણ રાજસ્થાન પર કેન્દ્રીત થઇ જશે. 2014 અને 2019 માં ભાજપે રાજસ્થાનમાં ક્લિન સ્વીપ કરી હતી. એવામાં ભાજપ લોકસભા ચૂંટણીના 8 મહિના પહેલાં વિધાનસભા ચૂંટણીમાં કોઇ બેદરકારી નહી ઇચ્છે. રાજસ્થાનમાં જો ગુજરાત ફોર્મૂલા લાગૂ થાય છે. તો માનવામાં આવી રહ્યું છે કે 38 સાંસદ અને ધારાસભ્ય એવા છે જેમની ટિકીટ ખતરામાં આવી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news