Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત

Maruti suzuki 7 seater car: મારૂતિ સુઝુકીએ પોતાની ઇકો કાર (Maruti Suzuki Eeco) ને નવા અવતારમાં લોન્ચ કરી છે. કંપનીએ અપડેટેડ ઇકો એમપીવીને 5.10 લાખ રૂપિયા (એક્સ શૂ-રૂમ) ની શરૂઆતી કિંમત પર લોન્ચ કરવામાં આવી છે. 

Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત

Maruti Suzuki Eeco New Model: મારૂતિ સુઝુકીએ ભારતીય બજારમાં પોતાની ઇકો કાર (Maruti Suzuki Eeco) ને નવા અવતારમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ અપડેટેડ ઇકો એમપીવીને 5.10 લાખ અરૂપિયા (એક્સ-શો રૂમ) ની શરૂઆતી કિંમત પર લોન્ચ કરી છે. તેના 13  વરિએન્ટ વેચવામાં આવશે જેમાં 5-સીટર ફોન્ફિગરેશન, 7-સીટર કોન્ફિગેરશન, કાર્ગો, ટૂર અને એમ્બુલન્સ વર્જન સામેલ છે. નવા અવતરામાં આ કારને એક્સટીરિયરની સાથે પણ અપગ્રેડ મળે છે. આ પેટ્રોલ એન્જીનની સાથે સીએનજી કિટમાં પણ ઉપલબ્ધ હશે. 

મારૂતિ ઇકો હાલમાં દેશની સૌથી વધુ વેચાનારી વાન છે અને સૌથી સસ્તી 7 સીટર કાર પણ છે. મારૂતિ સુઝુકી ઇન્ડીયાના સિનીયર એક્ઝિક્યૂટિવ ઓફિસર, માર્કેટિંગ તથા સેલ્સ; શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું ''લોન્ચ બાદથી ઇકોને ગત એક દાયકમાં 9.75 લાખથી વધુ લોકોએ ખરીદી છે. 93% બજાર ભાગીદારી સાથે આ પોતાના સેગમેંટની લીડર છે.''

એન્જીન અને માઇલેજ 
ઇકોમાં હવે મારૂતિનું નવું 1.2 લીટર ડુઅલજેટ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એ જ એન્જીન છે જે ડિઝાયર, સ્વિફ્ટ, બલેનો અને બાકીના મોડલોમાં મળે છે. આ 6,000 આરપીએમ પર 80.76 પીએસનો પાવર અને 104.4 એનએમનો પીક ટોર્ક આઉટપુટ આપે છે. આ જૂના એન્જીન કરતાં વધુ પાવરફૂલ છે. સીએનજી પર ચાલતાં પાવર ઘટીને 71.65 પીએસ અને ટોર્ક ઘટીને 95 એનએમ થઇ જાય છે. કંપનીનું માનીએ તો પેટ્રોલ એન્જીનમાં તેની માઇલેજ 202.20 કિમી/લીટર અને સીનજી સથે 27.05 કિમી/કિગ્રા સુધીનો છે. ગત એન્જીનની તુલનામાં આ 29 ટકા વધુ પાવરફૂલ ઇફિશિએન્ટ છે. 

Maruti Suzuki Eeco ના ફીચર્સ
મારૂતિ સુઝુકી ઇકોમાં એક્લાઇનિંગ ફ્રન્ટ સીટ્સ, કેબિન એર ફિલ્ટર, (એસી વેરિએન્ટમં) અને એક નવું બેટરી સેવર ફંક્શન મળે છે. તેમાં નવા ડિજિટલ ઇંસ્ટ્રુમેન્ટ કલસ્ટર, નવું સ્ટીયરિંગ વ્હીલ અને એસી માટે રોટરી કંટ્રોલ મળે છે. સેફ્ટી માટે એન્જીન ઇમોબિલાઇઝર, હેઝાર્ડ સ્વિચ, ડુઅલ એરબેગ્સ, એબીએસ સાથે ઇબીડી, દરવાજા અને વિંડોઝ માટે ચાઇલ્ડ લોક અને રિવર્સ પાર્કિંગ સેન્સર આપવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news