રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલ થશે રજુ, જાણો કોણ છે શક્તિશાળી, NDA કે UPA?

મુસ્લિમોમાં એકવારમાં ત્રણ તલાકની પ્રથાને અપરાધની શ્રેણીમાં લાવનારું ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે.

રાજ્યસભામાં આજે ટ્રિપલ તલાક બિલ થશે રજુ, જાણો કોણ છે શક્તિશાળી, NDA કે UPA?

નવી દિલ્હી: મુસ્લિમોમાં એકવારમાં ત્રણ તલાકની પ્રથાને અપરાધની શ્રેણીમાં લાવનારું ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. આ બાજુ કોંગ્રેસ તથા અન્ય વિપક્ષી દળો તેને પ્રવર સમિતિ પાસે મોકલવાના પ્રયત્નોમાં છે.  રાજ્યસભામાં ભાજપના નેતૃત્વવાળા એનડીએ પાસે 93 સભ્યો છે જ્યારે કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ પાસે 112 સભ્યોનું સંખ્યાબળ છે. 

1. સત્તારૂઢ ભાજપ અને કોંગ્રેસે વ્હિપ જારી કરીને પોત પોતના સભ્યોને આજે સદનના ઉપલા ગૃહ રાજ્યસભામાં હાજર રહેવા જણાવ્યું છે. અન્ય પક્ષોએ પણ પોતાના સાંસદોને આ બિલ સદનમાં રજુ થાય ત્યારે હાજર રહેવા કહ્યું છે. કોંગ્રેસે પોતાના સાંસદોની બેઠક બોલાવી છે. અનેક વિપક્ષી દળો પણ આજે વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદની ચેમ્બરમાં મુલાકાત કરીને આ મુદ્દે સદનની પોતાની રણનીતિ તૈયાર કરશે. 2. વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલને વિપક્ષી દળોનો આકરો વિરોધ સહન કરવો પડી શકે છે. વિપક્ષ તેને આગળ તપાસ માટે પ્રવર સમિતિમાં મોકલવાની પોતાની માગણી પર મક્કમ છે. 

3. સદનના સભાપતિ એમ વેંકૈયા નાયડુના સાસુના નિધનના કારણે આજે તેઓ સદનમાં હાજર રહે તેવી શક્યતા ઓછી છે. જ્યારે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સદનની કાર્યવાહીનું સંચાલન કરવાની જવાબદારી સંભાળી શકે છે. 

4. કાયદામંત્રી રવિશંકર પ્રસાદ ઉપલા ગૃહમાં આ બિલને રજુ કરશે. બિલને ગુરુવારે વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં મંજૂરી મળી ગઈ છે. બિલના પક્ષમાં 245 જ્યારે વિરોધમાં 11 મતો પડ્યા હતાં. 

5. રવિશંકર પ્રસાદે શુક્રવારે દાવો કર્યો હતો કે રાજ્યસભામાં ભાજપના નેતૃત્વવાળી એનડીએ પાસે પર્યાપ્ત સંખ્યાબળ નથી પરંતુ સદનમાં આ બિલને સમર્થન મળશે. બિલને સોમવારે રાજ્યસભામાં વિધાયી એજન્ડામાં સામેલ કરાયું છે. 

6. વિપક્ષે ટ્રિપલ તલાક બિલની મજબુત જોગવાઈઓ પર સવાલ ઉઠાવ્યાં છે. લોકસભામાં વિપક્ષે આ બિલ પર વિચાર કરવા માટે તેને સંસદની સંયુક્ત પ્રવર સમિતિ પાસે મોકલવાની માગણી કરી હતી. 

7. સૂત્રોએ જણાવ્યું કે રાજ્યસભામાં સંખ્યાબળ વિપક્ષના સમર્થનમાં છે જ્યાં યુપીએ પાસે 112 સભ્યો અને એનડીએ પાસે 93 સભ્યો છે. એક સીટ ખાલી છે જ્યારે બાકીના અન્ય દળોના 39 સભ્યો એનડીએ કે યુપીએ સાથે જોડાયેલા નથી અે તેઓ વિવાદાસ્પદ બિલને પસાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. 

8. સંસદીય કાર્ય રાજ્ય મંત્રી વિજય ગોયલે પણ આ બિલને પાસ કરવામાં તમામ પક્ષોનું સમર્થન માંગ્યું છે. પ્રસ્તાવિત કાયદામાં એકવારમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર અને શૂન્ય ગણાવવામાં આવ્યાં છે. આમ કરનાર પતિને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. 

9. તામિલનાડુમાં સત્તારૂઢ અન્નામુદ્રક અને વિપક્ષી દળ દ્રમુક વિવાદાસ્પદ ટ્રિપલ તલાક બિલનો આજે વિરોધ કરશે. આ  વાત બંને પક્ષઓએ રવિવારે જણાવી હતી. મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ બિલ 2018 હેઠળ મુસ્લિમો વચ્ચે ટ્રિપલ તલાકને અપરાધિક  કૃત્ય ગણાવવામાં આવ્યું છે. 

10. ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (અન્નાદ્રમુક)ના નેતા અને લોકસભામાં ઉપાધ્યક્ષ એમ થંબીદુરઈએ કહ્યું કે અમે ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરીએ છીએ. તેમણે કહ્યું કે અન્નાદ્રમુકનું કર્તવ્ય છે કે અલ્પસંખ્યકોના કલ્યાણની રક્ષા કરે. અમારા મુસ્લિમ ભાઈઓ વિરુદ્ધ આ બિલનો અન્નામુદ્રક સંપૂર્ણ રીતે વિરોધ કરશે. દ્રવિડ મુનેત્ર કડગમના નેતા અને રાજ્યસભાના સભ્ય કનિમોઝીએ કહ્યું કે ટ્રિપલ  તલાકને અપરાધી બનાવવાના વિરોધમાં તેમની પાર્ટીનું સ્ટેન્ડ મક્કમ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news