નવા વર્ષ પર મોદી સરકારે આપી ગિફિટ, જાણો કેટલો સસ્તો થયો LPG સિલેન્ડર

સબસિડી વાળા રાંધણ ગેસ સિલિન્ડર 5.91 રૂપિયા સસ્તો, વગર સબસિડીના ભાવમાં 120.50 રૂપિયાની રાહત આપી છે. નવી કિંમતો આજ રાતથી લાગુ થઇ જશે. એક મહિનામાં બીજીવાર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

નવા વર્ષ પર મોદી સરકારે આપી ગિફિટ, જાણો કેટલો સસ્તો થયો LPG સિલેન્ડર

નવી દિલ્હી: નવા વર્ષ પર મોદી સરકારે સામાન્ય માણસને એક ભેટ આપી છે. સબસિડી વાળા રાંધણ ગેસ સિલિન્ડર 5.91 રૂપિયા સસ્તો, વગર સબસિડીના ભાવમાં 120.50 રૂપિયાની રાહત આપી છે. નવી કિંમતો આજ રાતથી લાગુ થઇ જશે. એક મહિનામાં બીજીવાર કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

દેશની સૌથી મોટી ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલે તેમના એક નિવેદનમાં કહ્યું કે, દિલ્હીમાં 14.2 કિલોનો એલપીજી સિલિન્ડર હવે 494.99 રૂપિયામાં મળશે. કિંમતો આજે રાતથી લાગુ થઇ જશે. તે પહેલા તેની કિંમત 500.90 રૂપિયા હતી. આ મહિનામાં બીજીવાર એલપીજી ગેલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.

આ પહેલા એક ડિસેમ્બરે 6.2 રૂપિયા ઘટાડો થયો હતો. તે સમયે સબસિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર 6.52 રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે વગર સબસિડીવાળા એલપીજી સિલિન્ડરનો બજાર ભાવ 133 રૂપિયા ઘટ્યો હતો. કિંમત ઘટ્યા બાદ દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત 500.90 રૂપિયા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news