રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કોરોનાથી નિધન, AIIMS માં ચાલી રહી હતી સારવાર

મોદી સરકારમાં રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કોરોનાના લીધે નિધન થઇ ગયું છે. તેમનું AIIMS માં સારવાર ચાલી રહી હતી. લગભગ રાત્રે 8 વાગે તેમનું નિધન થયું. તે કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે.

રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કોરોનાથી નિધન, AIIMS માં ચાલી રહી હતી સારવાર

નવી દિલ્હી: મોદી સરકારમાં રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું કોરોનાના લીધે નિધન થઇ ગયું છે. તેમનું AIIMS માં સારવાર ચાલી રહી હતી. લગભગ રાત્રે 8 વાગે તેમનું નિધન થયું. તે કર્ણાટક સાથે સંબંધ ધરાવે છે. તે બેલ્ગાવી સીટ પરથી લોકસભા સભ્ય હતા. તેમણે 11 સપ્ટેમ્બરના રોજ કોરોના પોઝિટિવ હોવાની સૂચના ટ્વિટર પર શેર કરી હતી. 

પીએમ નરેંદ્ર મોદીએ તેમના નિધન પર દુખ વ્યક્ત કરતાં ટ્વીટ કર્યું- 'સુરેશ અંગાડી અદભૂત કાર્યકર્તા હતા. કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે તેમણે અથાગ મહેનત કરી. તે સમર્પિત સાંસદ અને પ્રભાવી મંત્રી હતા. તેમના નિધનના સમાચાર દુખદ છે. આ દુખની ઘડીમાં મારી ભાવનાઓ તેમના પરિવાર અને મિત્રો સાથે છે. ઓમ શાંતિ' 

— Narendra Modi (@narendramodi) September 23, 2020

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે સુરેશ અંગાડીના નિધનના સમાચારથી સ્તબ્ધ છું. તેમણે પોતાની ક્ષેત્ર બેલગાવી અને કર્ણાટકના લોકો માટે અથાગ કામ કર્યું. 

— President of India (@rashtrapatibhvn) September 23, 2020

 
રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ સહિત ઘણા નેતાઓએ તેમના નિધન પર શોક પ્રગટ કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news