સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના આપઘાતને ગણાવી હત્યા, જણાવ્યાં 26 મોટા કારણ


હવે સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સુશાંત સિંહ રાજપૂતના આપઘાતને હત્યા ગણાવી છે. તેમણે તેના 26 કારણો પણ જણાવી દીધા છે.

સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના આપઘાતને ગણાવી હત્યા, જણાવ્યાં 26 મોટા કારણ

નવી દિલ્હીઃ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી પોતાના આક્રમક અંદાજ માટે જાણીતા છે. સ્પષ્ટ રીતે બોલવું તેમનો સ્વભાવ છે. સુશાંત આપઘાત કેસમાં પણ સ્વામી એક સક્રિય ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યાં છે. વકીલની નિમણૂક કરવાથી લઈને પીએમને પત્ર લખવા સુધી, સ્વામીએ સુશાંત કેસ પર ખાસ ભાર આપ્યો છે અને સીબીઆઈ તપાસની માગ પણ ઉગ્ર બનાવી છે. 

સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતના આપઘાતને ગણાવી હત્યા
હવે સુબ્રમણ્યમ સ્વામીએ સોશિયલ મીડિયા પર એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે સુશાંત સિંહ રાજપૂતના આપઘાતને હત્યા ગણાવી છે. તેમણે તેના 26 કારણો પણ જણાવી દીધા છે. સ્વામી પ્રમાણે સુશાંતના રૂમમાં એન્ટી ડિપ્રેશન ડ્રગ્સ જે મળ્યા છે, બની શકે કે કોઈએ ત્યાં પ્લાન્ટ કરી દીધા હોય. તેમણે ફાંસીનો ફંદો બનાવવા માટે ઉપયાગ કરવામાં આવેલા કપડા પર પણ સવાલ કર્યો છે. સ્વામી પ્રમાણે સુશાંતની ડોક પર મળેલા નિશાન બેલ્ટ જેવી વસ્તુના લાગે છે. કહેવામાં તો તે આવે છે કે સુશાંત 14 જૂને સવારના સમયે વીડિયો ગેમ રમી રહ્યો હતો. સ્વામીને લાગે છે કે કોઈ વ્યક્તિ જે ડિપ્રેસ્ડ હોય તો આવી વીડિયો ગેમ ન રમી શકે. કોઈ અંતિમ ચીઠ્ઠી ન મળવી પણ સ્વામીને ખટકી રહી છે અને તેઓ હત્યા ગણાવી રહ્યાં છે. તેમણે અન્ય દાવાઓ પણ રજૂ કર્યાં છે. હવે તેમાંથી કેટલા સાચા અને કેટલા ખોટા તે તપાસનો વિષય છે. 

— Subramanian Swamy (@Swamy39) July 30, 2020

નીતીશ કુમાર સાથે કરી વાત
મહત્વનું છે કે સુબ્રમણ્યમ સ્વામીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે આ મુદ્દે વાત કરી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, તેઓ આ કેસમાં સીબીઆઈ તપાસની માગ કરી રહ્યાં છે. તેમણે બિહાર પોલીસની પણ પ્રશંસા કરી છે કે જેણે આ મામલામાં એક સક્રિય ભૂમિકા ભજવવાનું સાહસ દેખાડ્યું છે. સ્વામી પ્રમાણે નીતીશ કુમારે પણ તે ઈચ્છા વ્યક્ત કરી કે દોષીતોને સજા મળે અને પરિવારને ન્યાય. 

— Subramanian Swamy (@Swamy39) July 29, 2020

આ પ્રથમવાર નથી જ્યારે સ્વામીએ સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનથી સનસની મચાવી છે. તેમણે સુશાંત મામલે ઘણીવાર તેવા દાવા કર્યાં છે, જેણે ન માત્ર બધાને ચોંકાવ્યા છે પરંતુ કેસને વધુ ગુંચવી દીધો છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news