2019ની લોકસભા ચૂંટણી નહીં લડે સુષ્મા સ્વરાજ, નાદુરસ્ત સ્વાસ્થ્યનું આપ્યું કારણ

સુષ્મા સ્વરાજ આ સમયે 66 વર્ષના છે અને તેઓ હાલમાં મધ્યપ્રદેશના વિદિશાથી સાંસદ છે. મૂળરૂપ હરિયાણાથી અંબાલા કૈંટના નિવાસી સુષ્મા સ્વરાજ વકીલાતના વ્યવસાય દ્વારા રાજકારણમાં આવ્યા હતા.

2019ની લોકસભા ચૂંટણી નહીં લડે સુષ્મા સ્વરાજ, નાદુરસ્ત સ્વાસ્થ્યનું આપ્યું કારણ

ઇન્દોર: કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2019ની લોકસભા ચૂંટણી લડશે નહીં. સુષ્માએ ઇન્દોરમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ હવે 2019ની લોકસભા ચૂંટણી લડશે નહીં. તેમણે જણાવ્યું હતું કે નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે આ નિર્ણય લઇ રહી છું. સુષ્મા સ્વરાજ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કરવા પહોંચ્યા હતા. સુષ્મા સ્વરાજ આ સમયે 66 વર્ષના છે અને તેઓ હાલમાં મધ્યપ્રદેશના વિદિશાથી સાંસદ છે. મૂળરૂપ હરિયાણાથી અંબાલા કૈંટના નિવાસી સુષ્મા સ્વરાજ વકીલાતના વ્યવસાય દ્વારા રાજકારણમાં આવ્યા હતા. તેમના પિતા આરએસએસના પ્રમુખ સભ્ય હતા. સુષ્મા અટલ બિહારી વાજપેયીની સરકારમાં સૂચના પ્રસારણ મંત્રી રહી ચૂક્યા છે.

કુશળ વક્તાના રૂપમાં ઓળખતી સુષ્મા દિલ્હીની મુખ્યમંત્રી પણ રહી ચુકી છે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની સામે વેલ્લારીથી ચૂંટણી લડી ચુકી છે, જો કે, ત્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. સાંસદમાં આપેલા તેમના ભાષણની હમેશા ચર્ચાઓ થાય છે. સુષ્મા સ્વરાજ સભ્ય શબ્દોમાં વિરોધિઓ પર તિખા હુમલા કરતા હતા. હાલમાં મોદી સરકારમાં પણ સુષ્મા વિદેશ મંત્રાલય જેવા મહત્વનું પદ સંભાળી રહ્યા છે.

ઇન્દોરમાં સુષ્માએ પત્રકારોની સામે કોંગ્રેસના જાહેરાત પત્ર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કોંગ્રેસના જાહેરાત પત્રમાં ખેડુત દેવુ માફી, સ્વંય સહાયતા સમૂહ સભ્યોનું દેવુમાફી ભ્રામક વાયદો છે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની લોકપ્રિયતાની સામે કોંગ્રેસની ભ્રામક રાજનીતી ટકવાની નથી.

તેમણે કહ્યું કે, અમે નિહાળ્યું હતું કે જનઆર્શીવાદ યાત્રામાં જનતા શિવરાજ માટે કલાકો ઉભી રહી હતી. સુષ્માએ શિવરાજ સરકારની સંબલ યોજના, લાડલી લક્ષ્મી યોજનાની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી રોડ યોજના અમે જનતાને કરેલા વચનો પુરા કર્યા છે. જનતા એવી પાર્ટી કેમ પસંદ કરે, જેમના કાર્યકાળમાં જનતા પાયાની જરૂરીયાતો માટે વંચિત રહી હતી. અમે પ્રવાસી ભારતીયોની સુરક્ષા આપવાનું કામ કર્યું છે. અમે મુશ્કેલીમાં ફસાયેલા 2 લાખ લોકોને દેશ લાવવાનું કામ કર્યું છે.

લાલકૃષ્ણ અડવાણીની સક્રિય રાજનીતિમાં ન હોવાના સવાલ પર સુષ્માએ કહ્યું કે તેઓ મોટી ઉંમરના કારણે ચૂંટણી પ્રચારોથી દુર છે. સુષ્માએ કહ્યું કે ટિકિટ વિતરણમાં તેમની પણ સલાહ લેવામાં આવે છે.

પાકિસ્તાનથી ભારત લાવવામાં આવેલી યુવતી ગીતાના સવાલ પર સુષ્મા સ્વારાજે કહ્યું કે તેમના માતા-પિતાની શોધ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે તેઓ ગીતાના લગ્ન કરાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ગીતાને હવે ક્યારેય પાકિસ્તાન મોકલવામાં આવશે નહીં. તેના માતા-પિતાની શોધ માટે બિહાર સહિત કેટલાક રાજ્યોમાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આઠ પરિવારોના ડીએનએની તપાસ કરવામા્ં આવ્યા, પરંતુ તેમાંથી કોઇપણનું ડીએનએ ગીતાથી મેચ કરતું હતું નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news