ટ્રાંસજેંડર્સ સાથે કરવા માંગતા હતા 'ગંદી હરકત', ના પાડી તો VIDEO બનાવી કરી મારઝૂડ

Thoothukudi: આ વીડિયો ટ્રાંસજેંડર એક્ટિવિસ્ટ ગ્રેસ બાનુએ શેર કરી અને વીડિયો પોસ્ટ કરતાં પોલીસે કેસમં કાર્યવાહીની માંગ કરી છે. આ વીડિયોના વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને આ બંને આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. 

ટ્રાંસજેંડર્સ સાથે કરવા માંગતા હતા 'ગંદી હરકત', ના પાડી તો VIDEO બનાવી કરી મારઝૂડ

Tamil Nadu: તમિલનાડુના તૂતીકોરિનમાં બે ટ્રાંસજેંડર્સને પ્રતાડિત કરવાની ઘટના સામે આવી છે. બે યુવકોનો આ વીડિયો સામે આવ્યો છે જેમાં તે બે ટ્રાંસજેડર્સને પકડી તેમની સાથે મારઝૂડ કરી રહ્યા છે અને બળજબરીપૂર્વક તેમના વાળ કાપી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે યુવકોની ઓળખ કરી લેવામાં આવી છે, તેમના નામ યોવા બુબન અને વિજય છે. આ બંને આરોપીઓને કાલુગુમાલાઇ પોલીસે ત્રાસ આપવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. ગુરૂવારે જ્યારે આ વીડિયો સામે આવ્યો ત્યારે પોલીસે આ બંને યુવકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે. 

વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે એક યુવક વીડિયો બનાવી રહ્યો છે અને બે ટ્રાંસજેંડર જમીન પર બેઠેલા છે. એક વ્યક્તિ તેમાંથી એક ટ્રાંસજેડરના વાળ કાપી રહ્યા છે. તેના ચહેરા પર મારઝૂડના નિશાન પણ દેખાઇ રહ્યા છે. આ વીડિયો ટ્રાંસજેંડર એક્ટિવિસ્ટ ગ્રેસ બાનુએ શેર કરી અને વીડિયો પોસ્ટ કરતાં પોલીસે કેસમં કાર્યવાહીની માંગ કરી છે. આ વીડિયોના વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી અને આ બંને આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે. 

— GRACE BANU (@thirunangai) October 12, 2022

કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે- પોલીસ
બંને આરોપીઓ વિરૂદ્ધ પોલીસે ત્રાસ આપવાના, ગાળો બોલવી અને મારઝૂડનો કેસ નોંધ્યો છે. આ ઉપરાંત આઇપીસીના ટ્રાંસજેંડર પરસન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ 2019 અંતગર્ત પણ કેસ નોંધવામાં આવ્યો છે. તૂતીકોરિનના એસપી એલ બાલાજી સરાવનાએ કહ્યું 'અમે આ વીડિયોમાં દેખાનાર આરોપીઓને પીડિતોની ઓળખ કરી લીધી છે. અમે આ મામલે સખત કાનૂની કાર્યવાહી કરી રહ્યા છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news