તેલંગણામાં કોંગ્રેસને મોટો ઝટકો, 18માંથી 12 MLA ટીઆરએસમાં સામેલ થશે

એક બાજુ જ્યાં પંજાબમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સીએમ અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેની લડાઈથી કોંગ્રેસની હાલત ખરાબ છે ત્યાં આજે વધુ એક ઝટકો લાગ્યો છે.

તેલંગણામાં કોંગ્રેસને મોટો ઝટકો, 18માંથી 12 MLA ટીઆરએસમાં સામેલ થશે

નવી દિલ્હી: એક બાજુ જ્યાં પંજાબમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ સીએમ અમરિન્દર સિંહ અને નવજોતસિંહ સિદ્ધુ વચ્ચેની લડાઈથી કોંગ્રેસની હાલત ખરાબ છે ત્યાં આજે વધુ એક ઝટકો લાગ્યો છે. તેલંગણામાં કોંગ્રેસના 18માંથી 12 ધારાસભ્યોએ સત્તારૂઢ ટીઆરએસમાં સામેલ થવાની તૈયારી કરી લીધી છે. આ 12 ધારાસભ્યોએ વિધાનસભાના સ્પીકરને પક્ષપલટો કરવાની જાણકારી આપી છે. 

— ANI (@ANI) June 6, 2019

કોંગ્રેસના 12 ધારાસભ્યોએ તેલંગણા વિધાનસભા અધ્યક્ષ પોખરામ શ્રીનિવાસ રેડ્ડી સાથે મુલાકાત કરી અને તેમણે સત્તાધારી તેલંગણા રાષ્ટ્ર સમિતિ સાથે વિલય કરવાની જાણકારી આપી. આ બાજુ તેલંગણા કોંગ્રેસ પ્રમુખ એન ઉત્તમરાવ રેડ્ડીએ કહ્યું કે, ધારાસભ્યોના વિલય મામલે અમે લોકતાંત્રિક રીતે લડીશું. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે અમે સવારથી સ્પીકરને શોધી રહ્યા છીએ. પરંતુ તેઓ ગાયબ છે. તમે લોકો અમને સ્પીકરને શોધવામાં મદદ કરો. અત્રે જણાવવાનું કે તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં ટીઆરએસએ 119માંથી 88 બેઠકો જીતીને બહુમતના દમ પર સરકાર બનાવી હતી. જ્યારે પ્રદેશમાં કોંગ્રેસે 18 બેઠકો મેળવી હતી. 

કોંગ્રેસના બે તૃતિયાંશ ધારાસભ્યો પક્ષપલટો કરી રહ્યા હોવાથી તેમની સદસ્યતા રદ નહીં થાય કારણ કે બે તૃતિયાંશ સભ્યો પક્ષપલટો કરે તેવી સ્થિતિમાં પક્ષપલટા વિરોધી કાયદો લાગુ થતો નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news