તેલંગાણા #ZeeMahaExitPoll : કોંગ્રેસની અપેક્ષા પાણીમાં જશે, TRSનો વિજય થશે
Zee Newsના મહાExitPoll અનુસાર તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ને સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે અને તેમને 36 બેઠક મળવાનું અનુમાન છે. આ ઉપરાંત, અહીં ભાજપને 5 બેઠકથી સંતોષ માનવો પડી શકે છે.
Trending Photos
તેલંગાણાઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણી-2018 (Telangana Assembly Election-2018)માં Zee Newsના મહાExitPoll અનુસાર તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ને સ્પષ્ટ બહુમત મળી રહ્યો છે. કોંગ્રેસ અને ટીડીપીના ગઠબંધનને મોટો ઝટકો લાગી શકે છે અને તેમને 36 બેઠક મળવાનું અનુમાન છે. આ ઉપરાંત, અહીં ભાજપને 5 બેઠકથી સંતોષ માનવો પડી શકે છે. રાજ્ય વિધાનસભાની કુલ 119 બેઠકો છે અને બહુમત માટે 60 બેઠક મળવી જરૂરી છે.
ઈન્ડિયા ટૂડે-માય એક્સિસના એક્ઝીટ પોલમાં ભાજપને 1થી 3, કોંગ્રેસને 21થી 33 અને ટીઆરએસને 79થી 91 જેટલી સીટો મળવાનું અનુમાન છે, જ્યારે અપક્ષોને 4-7 સીટ મળવાનું અનુમાન છે.
ટાઈમ્સ નાવ-CNX દ્વારા કરાયેલા એક્ઝીટ પોલમાં ભાજપને 7, કોંગ્રેસને 37, ટીઆરએસને 66 અને અપક્ષોને 9 બેઠકો મળવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. NewsX-ITV નેતાના એક્ઝીટ પોલમાં ભાજપને 6, કોંગ્રેસને 46, ટીઆરએસને 57 તથા અપક્ષોને 10 બેઠકો મળવાનો અંદાજ લગાવાયો છે.
રિપબ્લિક અને સી વોટરના એક્ઝીટ પોલમાં ભાજપને 4-7, કોંગ્રેસને 38-52, ટીઆરએસને 50-56 તથા અન્યને 8-14 બેઠક મળવાનું અનુમાન છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આજે એટલે કે 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાયું હતું. રાજ્યમાં છૂટક ઘટનાઓને બાદ કરતાં મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પુરી થઈ હતી. રાજ્યમાં 2.3 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. રાજ્યમાં શુક્રવારે 67 ટકા મતદાન નોંધાયું છે. અહીં ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ બહોળી સંખ્યામાં વોટ આપતી જોવા મળી હતી.
તેલંગાણામાં આમ તો આગામી ચૂંટણી લોકસભાની ચૂંટણી સાથે જ આવતી હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવ દ્વારા 6 સપ્ટેમ્બર, 2018ના રોજ વિધાનસભા વહેલા ભંગ કરી દેવાના કારણે અત્યારે ચૂંટણી યોજવી પડી રહી છે. રાજ્યમાં કોંગ્રેસ, ભાજપ અને સ્થાનિક પક્ષ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે. કોંગ્રેસ અહીં સ્થાનીક પક્ષ પ્રજાકુટમી અને તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન બનાવીને ચૂંટણી લડી રહી છે. ભાજપ અને ટીઆરએસ એકલા હાથે ચૂંટણી લડી રહી છે.
રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી રજત કુમાર રાવે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "રાજ્યમાં 446 ફ્લાઈંગ સ્ક્વોડ બનાવાઈ છે. 448 સર્વેલન્સ ટીમ પણ સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખશે. જેમાંથી 224 વીડિયો સર્વેલન્સ ટીમ છે, જ્યારે 133 વીડિયો પર નજર રાખતી ટીમ સતત કાર્યરત રહેશે. રાજ્યમાં સૌ પ્રથમ વખત વોટર્સ વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રાયલ (VVPAT) મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે."
તેલંગાણાનું 2014 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 119+1
(1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)
પક્ષ સીટ
TRS 90
કોંગ્રેસ 13
AIMIM 07
ભાજપ 05
TDP 03
CPIM 01
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે