રસ્તા પર પડેલી નોટ જો ખિસ્સામાં મૂકી તો થઈ શકો છો જેલભેગા...ખાસ જાણો આ નિયમ

જો તમે રસ્તે પગપાળા જઈ રહ્યા હોવ અને અચાનક તમને પૈસા પડેલા જોવા મળે તો તમે શું કરશો? તરત જ ઉઠાવીને ખિસ્સામાં મૂકી દેશો. મોટાભાગે લોકો આમ જ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી આ એક હરકત તમને જેલભેગા કરી શકે છે. 

રસ્તા પર પડેલી નોટ જો ખિસ્સામાં મૂકી તો થઈ શકો છો જેલભેગા...ખાસ જાણો આ નિયમ

જો તમે રસ્તે પગપાળા જઈ રહ્યા હોવ અને અચાનક તમને પૈસા પડેલા જોવા મળે તો તમે શું કરશો? તરત જ ઉઠાવીને ખિસ્સામાં મૂકી દેશો. મોટાભાગે લોકો આમ જ કરતા હોય છે. પરંતુ શું તમને ખબર છે કે તમારી આ એક હરકત તમને જેલભેગા કરી શકે છે. જી હા...ભારતમાં અનેક કાયદા છે અને તેમાંથી એક કાયદો એવો પણ છે કે જો તમે 10 રૂપિયા કે તેનાથી વધુની રકમવાળી નોટ રસ્તા પર પડેલી હોય અને ઉઠાવીને પોતાની પાસે રાખી લો તો તમને 1 વર્ષની જેલ થઈ શકે છે. ટ્રેઝર ટ્રોવ એક્ટ 1878 મુજબ 10 રૂપિયાથી વધુની રકમ મળે તો તેની જાણકારી તમારે સરકારને આપવી પડશે. ન આપો તો તમને સજા થઈ શકે છે. 

શું કહે છે ટ્રેઝર ટ્રોવ એક્ટ 1878
ભારતમાં અનેક કાયદા આપણી સંસદમાં બનાવવામાં આવેલા છે. તેમાંથી એક કાયદો છે ટ્રેઝર ટ્રોવ એક્ટ 1878. આ એક્ટ મુજબ કોઈ પણ વ્યક્તિને 10 રૂપિયાથી વધુની રકમ રસ્તા કે ક્યાંક મળી જાય તો તમારે તેના વિશે સરકારને જાણકારી આપવાની રહે છે. જો તમે આમ ન કરો તો તમને એક વર્ષની કેદની સજા થઈ શકે છે. હવે અમે તમને જણાવીશું કે ખોયું-મેળવ્યું નિયમ શું કહે છે. 

શું છે આ નિયમ
તરત રૂપિયા મળે તો શું કરવું- જો તમને રસ્તા પરથી ક્યાંક કોઈ જગ્યાએ 10 રૂપિયા કે તેનાથી વધુ રૂપિયા મળે તો તમારે સૌથી પહેલા તેની જાણકારી સરકારને આપવાની રહેશે. જાણકારી આપતી વખતે તમારે સંબંધિત વ્યક્તિએ એ જણાવવું પડશે કે તમને કેટલી રકમ મળી અને કઈ જગ્યાએથી મળી. કઈ તારીખે મળી એ પણ જણાવવાનું રહેશે. આ બધી જાણકારી આપ્યા બાદ તમારે નજીકના સરકારી ખજાનામાં જઈને રાજસ્વ અધિકારી પાસે જઈ તે જમા કરાવવાની રહેશે. 

સેક્શન 4 હેઠળ કલેક્ટર નોટિફિકેશન બહાર પાડશે
નિયમ મુજબ જો કોઈ પણ વ્યક્તિ આ રીતે રકમ જમા કરાવે તો ત્યારે કલેક્ટરની પણ જવાબદારી હોય છે. ખજાના રાહતકોષમાં જમા થયા બાદ સેક્શન 4 મુજબ કલેક્ટર એક નોટિફિકેશન બહાર પાડશે. આ નોટિફિકેશન હેઠળ લોકોને જણાવવામાં આવે છે કે જો જમા કરાયેલી રકમ કોઈ સંબંધિત વ્યક્તિની હોય તો તે આવીને લઈ જઈ શકે છે. એ વાતનું પણ ધ્યાન રાખવું કે સમયગાળો નોટિફિકેશનના પબ્લિશ થયાના 4 મહિના પહેલા કે 6 મહિના બાદ ન હોવો જોઈએ. 

કોઈ ખોવાયેલી વસ્તુ લેવા ન આવે તો
સેક્શન 5 હેઠળ નિયમ એમ પણ કહે છે કે જો નોટિફિકેશન બહાર પડ્યા બાદ પણ કોઈ સંબંધિત વસ્તુ લેવા માટે ન આવે તો જમા કરાવનાર વ્યક્તિ સંબંધિત ખજાનાનો અધિકારી ગણાશે નહીં. સેક્શન 5 હેઠળ અધિકારી ખજાના અંગે તપાસ પણ કરી શકે છે. જે મુજબ કલેક્ટર મળેલી રકમ કે વસ્તુ અંગે સવાલ પણ કરી શકે છે. જે કોઈ વ્યક્તિએ કઈ જગ્યાએ અને કઈ પરિસ્થિતિમાં તે ખજાનો મળ્યો છે તે વ્યક્તિને. આ ઉપરાંત કલેક્ટર એ પણ પૂછપરછ  કરી શકે છે કે કઈ વ્યક્તિ તરફથી અને કઈ પરિસ્થિતિઓમાં સંબંધિત ખજાનો આ રીતે છૂપાવવામાં આવ્યો હતો. (જ્યારે કોઈ ગુપ્ત ખજાનો મળી આવે તે મુદ્દે)

મળેલી રકમનો માલિક ન મળે તો
ખજાના તરીકે મળેલી રકમનો માલિક ન મળે તો શું થાય. ટ્રેઝર ટ્રોવ નિયમ મુજબ તેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સંબંધિત ખજાનાના માલિક ન મળવાની સ્થિતિમાં જે વ્યક્તિને આ ખજાનો મળે તેને પછી અસલ માલિક જાહેર કરાય છે. બીજી બાજુ જ્યારે 10 રૂપિયાની નોટ કે ખજાના તરીકે મળેલી કોઈ પણ વસ્તુના માલિક જો એક કરતા વધુ હોય અને તેને શોધનારી વ્યક્તિને એ અંગે આપત્તિ હોય તો આવામાં કલેક્ટર પાસે એ હક છે કે તેઓ તે ખજાનાને પોતાની પાસે રાખીને મામલાને સિવિલ કોર્ટમાં લઈ જઈ શકે છે. જ્યાં ખજાનાના અસલ માલિક પર કોર્ટ ચુકાદો આપશે. 

ખજાના કોષના કલેક્ટર પર આ કાયદા હેઠળ તેમના તરફથી લેવાયેલા નિર્ણય પર સવાલ ઉઠાવી શકાય નહીં. ખજાના વિશે કલેક્ટરનો નિર્ણય અંતિમ હશે.  અને તેને કોઈ પણ સિવિલ કોર્ટમાં ચેલેન્જ કરી શકાય નહીં. બીજી બાજુ આ કાયદા હેઠળ તપાસ કરનારા કલેક્ટર સિવિલ પ્રક્રિયા સંહિતા તરફથી અપાયેલી કોઈ પણ શક્તિનો પ્રયોગ કોઈ સિવિલ કોર્ટને વિચારણ માટે કરી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news