Income tax: આ રાજ્યમાં લોકો ભલે કરોડો કમાણી કરે પણ નથી ભરવો પડતો આવકવેરો, કારણ ખાસ જાણો
શું તમે જાણો છો કે ભારતમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં જનતા પાસેથી આવકવેરા તરીકે એક રૂપિયો પણ વસૂલવામાં આવતો નથી. જો તે રાજ્યમાં લોકોની આવક કરોડો રૂપિયા હોય તો પણ આવકવેરા વિભાગ તરફથી તેમની પાસેથી કોઈ રૂપિયો વસૂલાતો નથી. જાણો કેમ છે આ નિયમ....
Trending Photos
Sikkim income tax exemption: થોડા દિવસ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું હતું. તે વખતે ભાષણમાં જણાવવામાં આવ્યું હતું કે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. આ જાહેરાત બાદ અનેક લોકો ખુશ થઈ ગયા પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું પણ રાજ્ય છે જ્યાં જનતા પાસેથી આવકવેરા તરીકે એક રૂપિયો પણ વસૂલવામાં આવતો નથી. જો તે રાજ્યમાં લોકોની આવક કરોડો રૂપિયા હોય તો પણ આવકવેરા વિભાગ તરફથી તેમની પાસેથી કોઈ રૂપિયો વસૂલાતો નથી. જાણો કેમ છે આ નિયમ....
કેમ અપાઈ આ છૂટ
આ માટે તમારે ભારતના ઈતિહાસ વિશે જાણવું પડશે. કારણ કે વર્ષ 1950ના સમયમાં ભારતે સિક્કિમ રાજ્ય સાથે શાંતિ સમજૂતિ કરી હતી. જે હેઠળ સિક્કિમ ભારતના સંરક્ષણમાં આવ્યું હતું. ત્યારબાદ 1975માં તેનો પૂર્ણ વિલય થયો. સિક્કિમમાં ચોગ્યાલ શાસન ચાલી રહ્યું હતું. તેમણે 1948માં સિક્કિમ ઈન્કમ ટેક્સ મેન્યુઅલ બહાર પાડ્યું હતું અને જ્યારે તેમનો ભારત સાથે વિલય થયો તો તેમાં શરત હતી કે સિક્કમના લોકોને આવકવેરામાંથી છૂટ આપવામાં આવશે. અત્રે જણાવવાનું કે આવકવેરા અધિનિયમની કલમ 10 (26એએએ) હેઠળ સિક્કિમના મૂળ રહીશોને આ છૂટ આપવામાં આવે છે.
મૂળ રહીશોને મળે છે આ છૂટ
આવકવેરા ટેક્સ હેઠળ સિક્કિમના મૂળ રહીશોને જ આ છૂટ મળે છે. અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે આ મામલે એક ચુકાદો પણ આપ્યો હતો. ત્યારબાદથી સિકિકમના લગભગ 95 ટકા લોકો આ છૂટનો ફાયદો ઉઠાવે છે. પહેલા આ છૂટ ફક્ત સિક્કિમ સબ્જેક્ટ સર્ટિફિકેટ ધરાવનારાઓને જ મળતી હતી.
આર્ટિકલ 371એ
અત્રે જણાવવાનું કે પૂર્વોત્તરના તમામ રાજ્યોને આર્ટિકલ 371એ હેઠળ વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે. આ કારણસર દેશના અન્ય ભાગના લોકો અહીં સંપત્તિ કે જમીન ખરીદી શકતા નથી. સિક્કીમના મૂળ રહીશોને આવકવેરા કાયદા 1961ની કલમ 10 (26AAA) હેઠળ આવકવેરામાં છૂટ આપવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે