મોદી સરકારની 'અગ્નિપરીક્ષા', ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજુ થશે

સરકારે કોંગ્રેસને ભલામણ કરી છે કે મુસ્લિમ મહિલાઓને એક વારમાં ટ્રિપલ તલાકના ચલણને ફોજદારી ગુનો બનાવવાની જોગવાઈવાળા બિલને જ્યારે રાજ્યસભામાં રજુ કરવામાં આવે તો કોઈ પણ સંશોધન પર દબાણ ન કરે. 

મોદી સરકારની 'અગ્નિપરીક્ષા', ટ્રિપલ તલાક બિલ આજે રાજ્યસભામાં રજુ થશે

નવી દિલ્હી: સરકારે કોંગ્રેસને ભલામણ કરી છે કે મુસ્લિમ મહિલાઓને એક વારમાં ટ્રિપલ તલાકના ચલણને ફોજદારી ગુનો બનાવવાની જોગવાઈવાળા બિલને જ્યારે રાજ્યસભામાં રજુ કરવામાં આવે તો કોઈ પણ સંશોધન પર દબાણ ન કરે. લોકસભામાં આ બિલ પસાર થઈ ચૂક્યું છે અને હવે આજે રાજ્યસભામાં લાવવાની તૈયારીઓ થઈ રહી છે. સંસદીય કાર્યમંત્રી અનંતકુમારે કહ્યું કે સરકાર ઈચ્છે છે કે કોંગ્રેસ સંશોધન પર ભાર નહીં આપવાના પોતાના વલણ પર કાયમ રહે જે તેણે લોકસભામાં પણ અપનાવ્યું હતું. તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી કોંગ્રેસ સહિતના વિપક્ષી દળો સાથે સતત વાતચીત ચાલુ છે. અમે કોંગ્રેસને જણાવ્યું છે કે તેમણે લોકસભામાં જે રીતે સંશોધન પર ભાર નથી મૂક્યો તે જ રીતે રાજ્યસભામાં પણ તેમણે એમ જ કરવું જોઈએ. 

કોંગ્રેસે આ બિલની કેટલીક જોગવાઈઓ પર લોકસભામાં સંશોધન રજુ કર્યું હતું પરંતુ તેને પસાર કરાવવા માટે કોઈ ભાર મૂક્યો નહતો. સંસદીયકાર્ય મંત્રીએ કહ્યું કે સરકાર આ બિલને ચર્ચા અને પસાર કરાવવાના હેતુથી બુધવારે રાજ્યસભામાં રજુ કરી શકે છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરીએ કહ્યું કે તેમની પાર્ટી હંમેશા મહિલાઓના સશક્તિકરણના પક્ષમાં રહી છે પરંતુ પાર્ટીએ એ જોવાનું રહેશે કે બિલમાં ખરેખર છે શું.

રેણુકા ચૌધરીએ કહ્યું કે મહિલાઓના સશક્તિકરણના પક્ષમાં અમે ઊભા ન રહીએ, તેનો તો કોઈ સવાલ જ નથી. તેનું કોઈ સ્પષ્ટ સમાધાન નથી. અમારે જોવાનું રહેશે કે ચર્ચા કેવી થાય છે. વાસ્તવમાં તેમાં શું સામેલ કરવામાં આવ્યું છે અને તેને કેવી રીતે લાગુ કરી શકાય છે. આ સાથે જ તે તલાકની દરેક જોગવાઈ હેઠળ તમામ મહિલાઓ માટે સમાન હોવી જોઈએ. આ ફક્ત તલાક એ બિદ્દત છે. શિવસેના જેવી ભાજપની કેટલીક સહયોગી પાર્ટીઓ આ બિલને પ્રવર સમિતિ પાસે મોકલવાની માંગણી કરી રહી છે પરંતુ સરકારનું માનવું છે કે તેની કોઈ જરૂર નથી કારણ કે આ અંગે લોકસભામાં વ્યાપક ચર્ચાઓ થઈ ગઈ છે. 

કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે કોઈ સમિતિમાં જવાની જરૂર નથી કારણ કે આ મુદ્દે ચર્ચા થઈ ચૂકી છે. ટ્રિપલ તલાકથી પ્રભાવિત મહિલાઓનું શું થશે? દેશમાં આ અંગે વ્યાપક સહમતિ છે કે કડક કાયદો હોવો જોઈએ. મને આશા છે કે રાજ્યસભામાં તમામ પાર્ટીઓ સહયોગ કરશે. 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news