Tripura Assembly Election 2023: ગુજરાતવાળી! ગુજરાતના રૂપાણી બન્યા બિપ્લબ કુમાર દેબ, BJPએ કરી ઉમેદવારોની જાહેરાત

Tripura Assembly Election 2023: 8 જાન્યુઆરીએ ભારતના ચૂંટણી પંચે ત્રણ પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. તો ત્યાં 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે મતદાન થશે. ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ આવશે.

Tripura Assembly Election 2023: ગુજરાતવાળી! ગુજરાતના રૂપાણી બન્યા બિપ્લબ કુમાર દેબ, BJPએ કરી ઉમેદવારોની જાહેરાત

Tripura Assembly Election 2023: લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ માટે 9 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપે ત્રિપુરામાં 48 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબને ટિકિટ આપવામાં આવી નથી. તેમની સીટ બનમાલીપુરથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ત્રિપુરા બીજેપી અધ્યક્ષ રાજીબ ભટ્ટાચારીને આ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલા 48 ઉમેદવારોમાં પૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું નામ સામેલ નથી. ગુજરાતમાં રૂપાણીની જેમ બિપ્લવકુમાર દેવની હાલાત થઈ છે. જેઓને હટાવીને મામિક સાહાને આ પદ સોંપાયું હતું. હવે સ્થાનિક ચૂંટણીમાં તેમને ટિકિટ જ અપાઈ નથી.

પૂર્વ સીએમ બિપ્લબ કુમાર દેબની સીટ બનમાલીપુરથી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે. ત્રિપુરા બીજેપી અધ્યક્ષ રાજીબ ભટ્ટાચારીને આ સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ટાઉન બારડોવલી વિધાનસભા સીટ પરથી સીએમ માણિક સાહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રતિમા ભૌમિકનું નામ પણ આ યાદીમાં સામેલ છે. ભાજપે તેમને ધાનપુર બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે.

ત્રિપુરા અને મેઘાલયમાં વોટ બેંકની રાજનીતિને સમજો
આ સિવાય ભારતીય જનતા પાર્ટીએ પણ બે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. ભાજપની પ્રથમ યાદીમાં બોક્સનગરથી તફઝલ હુસૈનને ટિકિટ આપવામાં આવી છે. તે જ સમયે, કૈલાશહરથી મોહમ્મદ મોબેશર અલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

12 બેઠકો માટેના ઉમેદવારોની જાહેરાત હવે પછી કરવામાં આવશે
ભાજપે પ્રથમ યાદીમાં 48 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. અત્યારે 12 બેઠકો માટેના ઉમેદવારોની યાદી હવે પછી જાહેર કરવામાં આવશે. આ ઉમેદવારોની યાદીમાં ઘણા નવા ચહેરા છે. શનિવારે દિલ્હીથી જાહેર કરાયેલા ઉમેદવારોની આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સાંસદ બિપ્લબ કુમાર દેબનું નામ નથી.

તારીખ 18 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી હતી
તમને જણાવી દઈએ કે 18 જાન્યુઆરીએ ભારતના ચૂંટણી પંચે ત્રણ પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. ત્રણેય રાજ્યોમાં ગત વખતની જેમ બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ત્રિપુરામાં 16 ફેબ્રુઆરીએ મતદાન થશે. તો ત્યાં 27 ફેબ્રુઆરીએ નાગાલેન્ડ અને મેઘાલયમાં એક સાથે મતદાન થશે. ત્રણેય રાજ્યોમાં 2 માર્ચે પરિણામ આવશે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news