Health Tips: જો તમે ચીપ્સ, બિસ્કિટ, નમકીન ખાતા હોવ તો સાવધાન!, તેમાં રહેલી આ એક વસ્તુ છે અત્યંત જોખમી

Trans Fat Health Risks: જો તમે અવારનવાર ચીપ્સ, બિસ્કિટ અને ભુજિયા જેવી વસ્તુઓ ખાતા હોવ તો સાવધાન થઈ જાઓ. કારણ કે આ સ્વાદ વધારનારી વસ્તુઓ તમારી ઉંમર ઓછી કરી રહી છે. હાલમાં જ એક રિપોર્ટથી ખુલાસો થયો છે. આ તમામ ચીજો સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થઈ રહી છે.

Health Tips: જો તમે ચીપ્સ, બિસ્કિટ, નમકીન ખાતા હોવ તો સાવધાન!, તેમાં રહેલી આ એક વસ્તુ છે અત્યંત જોખમી

Trans Fat Health Risks: જો તમે અવારનવાર ચીપ્સ, બિસ્કિટ અને ભુજિયા જેવી વસ્તુઓ ખાતા હોવ તો સાવધાન થઈ જાઓ. કારણ કે આ સ્વાદ વધારનારી વસ્તુઓ તમારી ઉંમર ઓછી કરી રહી છે. હાલમાં જ એક રિપોર્ટથી ખુલાસો થયો છે. આ તમામ ચીજો સ્વાસ્થ્ય માટે ખુબ જ જોખમી સાબિત થઈ રહી છે. ભુજિયા, બિસ્કિટ કે બર્ગર આ બધી એવી વસ્તુઓ છે જે તમે ખાઓ છો અને મહેમાનોને પણ ખવડાવો છો. કારણ કે તેનો સ્વાદ જ  એવો હોય છે. પણ શું તમે એ જાણો છો કે બજારમાં મળતા આવા ખાવાના અનેક સામાનમાં એક એવી ખતરનાક ચીજ છે જે તમારી જિંદગી અનેક વર્ષ ઓછી કરી શકે છે. જેનું નામ છે ટ્રાન્સ ફેટ (Trans Fat). 

ચીપ્સ, બિસ્કિટ અને નમકીનમાં હોય છે ટ્રાન્સ ફેન્ટ
અત્રે જણાવવાનું કે કોઈ પણ તેલને જ્યારે હાઈડ્રેજિનેશનની પ્રક્રિયા દ્વારા જમાવવામાં આવે છે ત્યારે તેને જામેલી ફેટમાં ફેરવવામાં આવે છે અને પછી તે ટ્રાન્સ ફેટ કે ટ્રાન્સ ફેટી એસિડ્સ સ્વરૂપ લઈ લે છે. અત્રે જણાવવાનું કે બિસ્કિટ હોય કે નમકીન તેમાં ટ્રાન્સ ફેટનો ઉપયોગ એટલા માટે  કરવામાં આવે છે જેથી કરીને તેને લાંબા સમય સુધી જાળવી શકાય એટલે કે બગડી નહીં અને મજા લઈને ખાઈ શકાય. 

ટ્રાન્સ ફેટ કેમ જોખમી?
દેશી ઘી અને માખણ ટ્રાન્સ ફેટ નથી પરંતુ ત્રણવારથી વધુ વખત તળેલું રિફાઈન્ટ ઓઈલ ટ્રાન્સ ફેટ બની જાય છે. ટ્રાન્સ ફેટ શરીરમાં બેડ કોલસ્ટ્રોલ વધારે છે. આનાથી પણ ખરાબ વાત એ છે કે વધુ પ્રમાણમાં ટ્રાન્સ ફેટ લેવાથી શરીરમાં રહેલું ગુડ કોલસ્ટ્રોલ એટલે કે જરૂરી ફેટ પણ બેડ કોલસ્ટ્રોલમાં ફેરવાય છે. ભારતીયોને હ્રદયની બીમારી આપવામાં આ  ટ્રાન્સ ફેટની મોટી ભૂમિકા છે. 

આ રીતે નુકસાન કરે છે ટ્રાન્સ ફેટ
ડોક્ટરોના જણાવ્યાં મુજબ ટ્રાન્સ ફેટની જરૂર આપણા શરીરને છે જ નહીં. ટ્રાન્સ ફેટ આપણા શરીરમાં રહેલી સારી ફેટને પણ ખરાબ ફેટમાં ફેરવે છે. તે ફક્ત આર્ટરીમાં જમા થઈને હ્રદયને જ નુકસાન પહોંચે છે એવું નથી પરંતુ સાથે સાથે લિવર અને બ્રેઈન ઉપર પણ ખરાબ અસર પાડે છે. 

5 અબજ લોકોનું જીવન ટ્રાન્સ ફેટ્સે ઘટાડ્યું
WHO ના એક લેટેસ્ટ રિપોર્ટ મુજબ દુનિયામાં 5 અબજ લોકોનું જીવન ટ્રાન્સ ફેટ્સે ઘટાડી દીધુ અને તેઓ હ્રદયની બીમારીના જોખમ સાથે જીવી રહ્યા છે. 2018માં ખોરાકમાંથી ટ્રાન્સ ફેટ્સને ઘટાડવા અને 2023 સુધીમાં ટ્રાન્સ ફેટ્સ ખાદ્ય પદાર્થોથી સંપૂર્ણ રીતે ખતમ કરવાના પ્રયત્નો શરૂ થયા હતા. જો કે હવે 43 દેશ આ મામલે આગળ વધ્યા છે. 2022માં ભારત પણ આ યાદીમાં સામેલ થયું. 

કેટલું હોવું જોઈએ ટ્રાન્સ ફેટ
હવે એ પણ જાણીએ કે આવી પ્રોડક્ટ્સમાં ટ્રાન્સનું પ્રમાણ કેટલું હોવું જોઈએ. WHO ના માપદંડો મુજબ ટ્રાન્સ ફેટ્સનું પ્રમાણ પ્રતિ 100 ગ્રામમાં 2 ગ્રામથી વધુ હોવું જોઈએ નહીં. WHO નું તો એ પણ કહેવું છે કે પેક રિફાઈન્ડ ઓઈલ કે જેમાં હાઈડ્રોજન વધુ માત્રા વધુ હોય તેને બેન કરવામાં આવે. ભારતમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટીએ જાન્યુઆરી 2022માં આ નિયમ લાગૂ કર્યા છે પરંતુ બજારમાં વેચાઈ રહેલા આ પ્રોડક્ટ્સ આ માપદંડોનું કેટલું પાલન કરે છે તે કહી શકાય નહીં. 

ઝી મીડિયાનો આ રિપોર્ટ દરેક ભારતીય માટે ફાયદાકારક સાબિત થશે કારણ કે આ રિપોર્ટ દ્વારા અમે તમને એ પણ જણાવીશું કે ટ્રાન્સ ફેટથી કેવી રીતે બચી શકાય. આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે જો ટ્રાન્સ ફેટે આપણા શરીર પર પ્રભાવ નાખવાનો શરૂ કરી દીધો હોય તો આપણે તેનાથી કેવી રીતે બચી શકીએ. સ્પષ્ટ છે કે ટ્રાન્સ ફેટ સ્વાસ્થ્ય માટે ઘાતક છે. આવામાં હવે સમગ્ર દુનિયામાં ટ્રાન્સ ફેટવાળી પ્રોડેક્ટ્સ પર  લગામ લગાવવા માટે એક વિશ્વવ્યાપી મુહિમ ચાલુ છે. આ મુહિમમાં ભારત ઉપરાંત અન્ય અનેક દેશોના નામ પણ જોડાયા છે. 

આ વીડિયો પણ જુઓ...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news