ઉન્નાવ: UP ના 4 જિલ્લાઓમાં 17 સ્થળો પર CBIના દરોડા, ટ્રક માલિકે ખોલ્યું રહસ્ય

ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે આજ 7 દિવસ થઇ ચુક્યા છે. ગત્ત રવિવારે ઉન્નાવ રેપ પીડિતા પોતાનાં કાકાને મળવા માટે રાયબરેલી જેલ એનએન 232થી જઇ રહી હતી. જ્યાં તેની કારનો ટ્રક સાથે અકસ્માત થઇ ગયો હતો. આ સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટનાં કડક વલણ બાદ સીબીઆઇ ખુબ જ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. સીબીઆઇની 6થી વધારે ટીમોએ ઉન્નાવ માખી બાંદા ફતેહપુર અને લખનઉ સહિત 17 સ્થળો પર દરોડા પાડ્યા અને અનેક લોકોની પુછપરછ ચલાવાઇ રહી છે. 
ઉન્નાવ: UP ના 4 જિલ્લાઓમાં 17 સ્થળો પર CBIના દરોડા, ટ્રક માલિકે ખોલ્યું રહસ્ય

લખનઉ : ઉન્નાવ દુષ્કર્મ પીડિતા દુર્ઘટના મુદ્દે આજ 7 દિવસ થઇ ચુક્યા છે. ગત્ત રવિવારે ઉન્નાવ રેપ પીડિતા પોતાનાં કાકાને મળવા માટે રાયબરેલી જેલ એનએન 232થી જઇ રહી હતી. જ્યાં તેની કારનો ટ્રક સાથે અકસ્માત થઇ ગયો હતો. આ સમગ્ર કેસમાં સુપ્રીમ કોર્ટનાં કડક વલણ બાદ સીબીઆઇ ખુબ જ ઝડપથી કાર્યવાહી કરી રહી છે. સીબીઆઇની 6થી વધારે ટીમોએ ઉન્નાવ માખી બાંદા ફતેહપુર અને લખનઉ સહિત 17 સ્થળો પર દરોડા પાડ્યા અને અનેક લોકોની પુછપરછ ચલાવાઇ રહી છે. 

ઉન્નાવકાંડ: ટ્રકની નંબર પ્લેટ પર કોણે માર્યો હતો કાળો કુચડો? ડ્રાઇવરે આપ્યો ચોંકાવનારો જવાબ
ટ્રકનાં માલિકને પણ સીબીઆઇએ પુછપરછ માટે બોલાવ્યા
જે ટ્રક સાથે પીડિતની કારનો અકસ્માત થયો હતો તે ટ્રકનાં માલિકને આજે સીબીઆઇએ આજે પુછપરછ માટે લખનઉનાં સીબીઆઇ ઓફીસ બોલાવ્યા. કસ્ટડી માટે ડ્રાઇવર ક્લિનરની પણ પુછપરછ કરવામાં આવી રહી છે. ડ્રાઇવર ક્લિનરની થીયરી અને જે ટ્રકનાં માલિક છે તેની થિયરી બંન્ને મિલાવવાનું કામ સીબીઆઇ કરી રહી છે. 

કાલે ભારતીય સેનાએ બોફોર્સનું મોઢુ ખોલ્યું અને પાક.ને પરસેવો વળી ગયો !
ટ્રકના માલિક દેવેન્દ્ર કિશોરપાલ જ્યારે સીબીઆઇ ઓફીસ લખનઉ પહોંચ્યા તો તેમણે મીડિયા સામક્ષ પોતાનો પક્ષ મુક્યો. દેવેન્દ્ર પાલે સ્પષ્ટ રીતે કહ્યું કે તેઓ બેગુનાહ છે ન તે કુલદીપ સિંહ સેંગરને જાણે છે અને ન તો તેમના પીડિતા સાથે કોઇ જ સંબંધ છે. માલિકે તેમ પણ કહ્યું કે, કોઇ દ્વારા કાવત્રું રચવામાં આવી રહ્યું છે. તે ન તો કુલદીપસિંહ સેંગર સાથે કોઇ સંબંધ નથી. મે લોન ચુકવવાનું કારણ ટ્રકને સીઝરનાં હાથોથી બચાવવા માટે ટ્રકની નંબર પ્લેટ પર કાળો કુચડો ફેરવી દેવાયો હતો. 

ઈઝરાયેલે બોલિવુડ અંદાજમાં ભારતને ફ્રેન્ડશિપ ડેનો મેસેજ મોકલાવ્યો
સીબીઆઇ ક્લિનર અને ડ્રાઇવરને દુર્ઘટનાવાળા સ્થળો પર લઇ જશે
ઉન્નાવ રેપ પીડિતાની દુર્ઘટના મુદ્દે સીબીઆઇની ટીમ ટ્રક ડ્રાઇવર અને ક્લીનરે પોતાની સાથે ઘટના વાળા તે સ્થળ પર પણ લઇ જશે. જ્યાં આ સમગ્ર દુર્ઘટના થઇ હતી. જે 2 તારીખે સીન રીક્રિએટ કરવામાં આવ્યા હતા તેમાં તેમની થિયરીને મેચ કરાવવામાં આવશે.

જમ્મુ-કાશ્મીરમાં સરકાર જે કરવા જઈ રહી છે, તેના પરિણામ ખુબ ખતરનાક આવશે: મહેબુબા મુફ્તી
સીબીઆઇની ટીમ માખી પહોંચીને ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરનાં અનેક સ્થળો અને ક્લિનર અને ટ્રકનાં માલિકોનાં ઘરે દરોડા અને પુછપરછની કામગીરી કરી હતી. સીબીઆઇની એક ટીમ સીતાપુર જેલ જઇને બીજા દિવસે પણ કુલદીપ સિંહ સેંગરની પુછપરછ કરવાનું કામ કરી રહી છે. હજી પણ આ સમગ્ર મુદ્દો દુર્ઘટના અને કાવત્રા વચ્ચે લટકી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news