10 ઓગષ્ટે કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ, મિલિંદ દેવડાએ બે નામનો દાણો દબાવ્યો
કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કર્યું કે, સીડબલ્યુસીની આગામી બેઠક 10 ઓષ્ટે 11 વાગ્યે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી(AICC) મુખ્યમથકમાં આયોજીત કરવાનો નિર્ણય લેવાયો છે
Trending Photos
નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીના નિર્ણય લેનારી સર્વોચ્ચ સંસ્થા, કોંગ્રેક કાર્યકારી સમિતી (CWC) પાર્ટીનાં કાર્યકારી અધ્યક્ષ પર નિર્ણય કરવા માટે 10 ઓગષ્ટે બેઠક યોજશે. રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પાર્ટીનાં નિરાશાજનક પ્રદર્શન બાદ અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે ટ્વીટ કર્યું કે, સીડબલ્યુસીની આગામી બેઠક 10 ઓગષ્ટ સવારે 11 વાગ્યે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી (AICC) મુખ્યમથક ખાતે આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉન્નાવકાંડ: ટ્રકની નંબર પ્લેટ પર કોણે માર્યો હતો કાળો કુચડો? ડ્રાઇવરે આપ્યો ચોંકાવનારો જવાબ
માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસ ઝડપથી પોતાનાં નવા અધ્યક્ષનાં નામ અંગે નિર્ણય લઇ શકે છે. બીજી તરફ કોંગ્રેસનાં નેતા મિલિંદ દેવડાએ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની માંગનું સમર્થનક રતા પોતાના તરફથી બે નામનો પ્રસ્તાવ મુક્યો છે. મિલિંદે કહ્યું કે, તેઓ માને છે કે સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા આ રોલ માટે ફિટ છે. મિલિંદ દેવડાએ કહ્યું કે, આ રોલ માટે એવો ચહેરો જરૂરી છે જેની સમગ્ર દેશમાં ઓળખ હોય. આ બંન્ને ચહેરા આ કસોટીમાં પાર ઉતરે છે. તે કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવી શકે છે.
M Deora, Mumbai Congress President: I agree with Punjab CM that new Congress Pres should be young, capable&possess electoral, administrative&org experience with a pan India appeal. In my view, Sachin Pilot & Jyotiraditya Scindia have these qualities & can provide strength to org. pic.twitter.com/ZPlFvAGQ3B
— ANI (@ANI) August 4, 2019
ભગવાન શિવ પણ જેનું ધ્યાન ધરે છે તે પરમ તત્વ શું છે ?
કોંગ્રેસ છેલ્લા બે મહિનાથી ગંભીર નેતૃત્વ સંકટ સામે લડી રહ્યું છે. રાહુલ ગાંધીએ જો કે પાર્ટી અધ્યક્ષ તરીકે પોતાનું રાજીનામું જરૂર સોંપ્યું છે, પરંતુ હજી સુધી તેનો સ્વિકાર નથી કર્યો. ત્યાર બાદથી જ રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જો કે રાહુલ પોતાનાં નિર્ણય પર અડગ છે.
ઈઝરાયેલે બોલિવુડ અંદાજમાં ભારતને ફ્રેન્ડશિપ ડેનો મેસેજ મોકલાવ્યો
કોંગ્રેસનું એક મોટુ જુથ તે વાત પર પણ ભાર આપી રહ્યા છે કે, કોંગ્રેસની કમાન પ્રિયંકા ગાંધીના હાથમાં સોંપવામાં આવે. જો કે રાહુલ ગાંધી પોતે જ હવે આ સીટ પર કોઇ બિનગાંધી પરિવારની વ્યક્તિ બેસે તેવી ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. બીજી તરફ કેપ્ટન અમરિંદર સિંહ સહિત બીજા વરિષ્ઠ નેતાઓએ માંગ કરી છે કે હવે કોંગ્રેસની કમામ કોઇ યુવા નેતાનાં હાથમાં હોય.
જમ્મુ-કાશ્મીરમાં સરકાર જે કરવા જઈ રહી છે, તેના પરિણામ ખુબ ખતરનાક આવશે: મહેબુબા મુફ્તી
સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયા પણ દોડમાં છે.
કોંગ્રેસમાં આ દિવસો દરમિયાન કોઇ યુવા નેતાને કમાન આપવાની વાત કરવામાં આવી રહી છે. તેમાં સચિન પાયલોટ અને જ્યોતિરાદિત્ય સિંધિયાનું નામ સૌથી આગળ છે. જો કે તેમાં મિલિંદ દેવડાનું નામ પણ છે. જો કે કહેવાઇ રહ્યું છે કે, મિલિંદ પોતે આ રેસમાં નહી હોવાની સ્પષ્ટતા કરી ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે