PM નરેન્દ્ર મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર જો બાઈડેનને શુભેચ્છા પાઠવી છે.

PM નરેન્દ્ર મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi) એ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા પર જો બાઈડેન(Joe Biden)ને શુભેચ્છા પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા સમયમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ સાથે કાર્ય કરતા ભારત-અમેરિકાના સંબંધોને હજુ વધુ ઊંચાઈઓ પર લઈ જવાની આશા વ્યક્ત કરી છે. આ સાથે જ પીએમ મોદીએ ભારતીય મૂળના કમલા હેરિસ(Kamala Harris) ને અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ ચૂંટાઈ આવવા પર શુભકામનાઓ પાઠવી છે. 

બાઈડેનને પાઠવી શુભેચ્છા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જો બાઈડેનને અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટાઈ આવવા પર શુભેચ્છા પાઠવતી એક ટ્વીટ કરી છે. ટ્વીટમાં લખ્યું છે કે "તમારી શાનદાર જીત પર શુભેચ્છા જો બાઈડેન! ઉપ રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળમાં ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત કરવામાં તમારું યોગદાન મહત્વપૂર્ણ અને અમૂલ્ય રહ્યું. હું  ભારત અને અમેરિકાના સંબંધોને વધુને વધુ ઊંચાઈઓ પર લઈ જવા માટે એકવાર ફરીથી સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરું છું."

— Narendra Modi (@narendramodi) November 7, 2020

કમલા હેરિસને પણ પાઠવી શુભેચ્છા
આ બાજુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવેલા કમલા હેરિસને પણ શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ તેમને શુભેચ્છા પાઠવતી ટ્વીટ કરતા કહ્યું કે, "હાર્દિક શુભેચ્છા કમલા હેરિસ! તમારી જીત તમામ ભારતીય-અમેરિકનો માટે ખુબ ગર્વની વાત છે. મને વિશ્વાસ છે કે તમારા સમર્થન અને નેતૃત્વથી ભારત-અમેરિકાના સંબંધ વધુ મજબૂત થશે."

— Narendra Modi (@narendramodi) November 7, 2020

ટ્રમ્પને હરાવીને બાઈડેન બન્યા 46મા રાષ્ટ્રપતિ
અત્રે જણાવવાનું કે અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. અમેરિકી મીડિયાના હવાલાથી સમાચાર આવી રહ્યા છે કે જો બાઇડેને અમેરિકાની ચૂંટણી જીતી લીધી છે. જો બાઇડેન અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ બનવાના છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પરાજય આપ્યો છે. અમેરિકી મીડિયા અનુસાર ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેને પેન્સિલ્વેનિયા રાજ્યમાં જીત હાસિલ કરી છે. તેમણે પેન્સિલ્વેનિયામાં 20 ઇલેક્ટોરલ વોટ જીતી લીધા છે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટ્વીટ કરીને પોતાની જીતનો દાવો કર્યો છે. 

તો જો બાઇડેનની ટીમે વાઇટ હાઉસ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકાના વિભિન્ન રાજ્યોમાં હજુ મતગણતરી ચાલી રહી છે, પરંતુ લાંબા સમયથી બાઇડેનના નજીકના કોફમૈન બાઇડેનની જીત થતાં સરકાર રચનાની કવાયતમાં લાગી ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news