Coronavirus: સુપ્રીમ કોર્ટમાં નવા ડ્રેસ કોડ બહાર પાડવામાં આવશે, ઉનાળાની લાંબી રજાઓમાં કટ

કોરોના વાયરસ (Coronavirus) સંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટે આ વખતે ગરમીની લાંબી રજાઓ ઘટાડી છે. સુપ્રીમ કોર્ટના જજોએ તેમની ભલામણ અરજીઓ ચીફ જસ્ટિસ એસએ બોબડેને સોપી હતી. તેમાં 7 અઠવાડીયાની ગરમીની રજાને ઓછી કરી 2 અઠવાડીયા કરવા અને બાકી રજાઓને આગળ માટે પેન્ડિંગ રાખવાની ભલામણ સામેલ છે.
Coronavirus: સુપ્રીમ કોર્ટમાં નવા ડ્રેસ કોડ બહાર પાડવામાં આવશે, ઉનાળાની લાંબી રજાઓમાં કટ

નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંકટની વચ્ચે સુપ્રીમ કોર્ટે આ વખતે ગરમીની લાંબી રજાઓ ઘટાડી છે. સુપ્રીમ કોર્ટના જજોએ તેમની ભલામણ અરજીઓ ચીફ જસ્ટિસ એસએ બોબડેને સોપી હતી. તેમાં 7 અઠવાડીયાની ગરમીની રજાને ઓછી કરી 2 અઠવાડીયા કરવા અને બાકી રજાઓને આગળ માટે પેન્ડિંગ રાખવાની ભલામણ સામેલ છે.

સુપ્રીમ કોર્ટ કેલેન્ડર અનુસાર સુપ્રીમ કોર્ટમાં 16 મેથી 7 અઠવાડીયાનું લાંબુ સમર વેકેશન શરૂ થઈ રહ્યું છે. જો કે, કોર્ટે નક્કી કર્યું છે કે, આ વખતે રજાઓ ઘટાડવામાં આવશે અને કોર્ટ તે દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પેન્ડિંગ કેસની સુનાવણી કરશે.

ચીફ જસ્ટિસે કહ્યું કે, કોટ અને ગાઉન જેવા ડ્રેસમાં વાયરસનો ખતરો વધારે છે. એટલા માટે તમામ માટે નવો ડ્રેસ કોડ બહાર પાડવામાં આવશે. વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા સુનાવણી દરમિયાન જજ અને વકીલ સફેદ શર્ટ અને તેના પર બેંડ લગાવી બેસી શકશે. કાળા કોટ અને ગાઉનની જરૂરીયાત નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news