મજૂરોનો વીડિયો શેર કરીને શત્રુઘ્ન સિન્હાએ સરકારને પૂછ્યો સવાલ, લોકો બોલ્યા-'ખામોશ...જૂનો છે'
Trending Photos
નવી દિલ્હી: એક્ટર અને પોલિટિશિયન શત્રુઘ્ન સિન્હાએ સોશિયલ મીડિયા પર મજૂરો પર એક વીડિયો શેર કર્યો અને ટ્રોલ થવા લાગ્યાં. વાત જાણે એમ છે કે શત્રુઘ્ન સિન્હાએ આ વીડિયો દ્વારા મોદી સરકારને એક સવાલ પૂછીને જવાબ પણ માગ્યો છે. જો કે સોશિયલ મીડિયા યૂઝર્સે આ વીડિયો જૂનો ગણાવ્યો છે.
વીડિયોમાં રસ્તા પર હજારોની સંખ્યામાં મજૂરો અને કામદારો જોવા મળી રહ્યાં છે. જે લોકો ઘર વાપસી માટે પગપાળા ચાલી રહ્યાં છે અને કેટલાક રસ્તા કિનારે રાહ જોઈ રહ્યાં છે. વીડિયોની સાથે તેમણે લખ્યું કે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સર પર વિશ્વાસ જતાવતા...આપણા પ્રવાસીઓની દયનીય દુર્દશા છે. કઈ દિશામાં મુસાફરી કરી રહ્યા છે સર? જયહિન્દ!
Seeing is believing Hon'ble PM@narendramodi Sir.....an ocean of human heads, this is the miserable plight of our migrants. Travelling in which direction Sir? Jai Hind! pic.twitter.com/vw38Zs15Pb
— Shatrughan Sinha (@ShatruganSinha) May 13, 2020
સિન્હાની પોસ્ટ પર યૂઝર્સ પોત પોતાની પ્રક્રિયા કોમેન્ટ બોક્સમાં લખી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે સર જાગી જાઓ, નવી દિલ્હીના આનંદ વિહારનો જૂનો વીડિયો છે. અન્ય એક યૂઝરે લખ્યું કે બધુ મોદીજી કરશે, રાજ્ય સરકારની શું જવાબદારીઓ છે? એક યૂઝર લખે છે કે તમે ખામોશ જ રહ્યાં કરો. 2 મહિના બાદ જૂની દિલ્હીનો વીડિયો પોસ્ટ કરીને શું સાબિત કરવા માંગો છો? આ તમામ યૂઝર્સે લખ્યું કે જૂનો વીડિીયો શેર કરીને નફરત ફેલાવવાની વાત થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે