મુંબઈઃ કાંદિવલી વેસ્ટમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી, 14 લોકોને બચાવાયા


કાંદિવલી વેસ્ટ વિસ્તારમાં સવારે 5.13 કલાકે બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. 
 

મુંબઈઃ કાંદિવલી વેસ્ટમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી, 14 લોકોને બચાવાયા

મુંબઈઃ મહારાષ્ટ્રના મુંબઈના કાંદિવલી વેસ્ટ વિસ્તારમાં સવારે 5 કલાકની આસપાસ બિલ્ડિંગનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાની સૂચના મળતા એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે રેસ્ક્યૂ કરીને 14 લોકોને બચાવી લીધા છે. આ ઘટનામાં બે લોકોને ઈજા થઈ છે. 

એનડીઆરએફની ટીમે ઉપરના માળે ફસાયેલા તમામ 12 લોકો અને ગ્રાઉન્ડ ફ્લોરમાં ફસાયેલા 2 લોકોને સુરક્ષિત બિલ્ડિંગની બહાર કાઢી લીધા હતા. હાલ અન્ય કોઈ ફસાયેલા વ્યક્તિને બચાવવા માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. 

અત્યાર સુધી ઈજાગ્રસ્ત 2 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેસ્ક્યૂ માટે 4 ફાયર એન્જિન, એમ્બ્યુલન્સની સાથે એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળ પર હાજર છે. 

લગભગ સવારે 6.10 કલાકે ડિઝાસ્ટર કંટ્રોલ રૂપમને સૂચના મળી કે કાંદિવલી વેસ્ટમાં સબરિયા મસ્જિદની પાછળ દીવાલ પડી છે. ત્યારબાદ અંધેરીમાં તૈનાત એનડીઆરએફના ઇન્સ્પેક્ટર સચિન નલવડે પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઓપરેશન શરૂ કર્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news