SC/ST એક્ટને ક્યારે પણ નબળો પડવા નહી પડવા દઉ: વડાપ્રધાન મોદી

એસસી-એસટી એક્ટને નબળો પાડવાની વાત તો ઠીક પરંતુ તેને મજબુત પણ અમે જ બનાવ્યો હતો

SC/ST એક્ટને ક્યારે પણ નબળો પડવા નહી પડવા દઉ: વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ શુક્રવારે ડોક્ટર આંબેડકર નેશનલ મેમોરિયલ દેશની જનતાને સમર્પીત કર્યું હતું. આ દરમિયાન તેમણે પોતાનાં ભાષણમાં કોંગ્રેસ પર નિશાન સાદ્યું હતું. વડાપ્રધાન મોદીએ એસસી-એસટી એક્ટ અંગે પણ સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, એસસી એસટી એક્ટને કોઇ પણ કિંમત પર નબળું પડવા નહી દેવામાં આવે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસનાં સમયમાં બાબા સાહેબનું જેટલું અપમાન થયું છે, તેટલું કોઇનું પણ નથી થયું. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનાં લોકો દલિતોની વચ્ચે ભ્રમ પેદા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટનાં નિર્ણયને તુરંત જ અમારી સરકારે પુનર્વિચાર અરજી કરી હતી. મોદીએ કહ્યું કે, આ સરકારમાં કાયદાનાં માધ્યમથી સામાજિક સંતુલન સ્થાપિત કરવાનું છે. અમારી સરકારમાં 2015માં દલિતો પર અત્યાચારને રોકવા માટે એસસી-એસટી એક્ટને વધારે મજબુત કરશે. અમારી સરકારમાં જ દલિતોની વિરુદ્ધ થનારા 47 ગુનાઓને એક્ટમાં જોડવામાં આવ્યા. પીડિતોને મળનારી રકમને વધારવામાં આવી. 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું દેશને આશ્વસ્ત કરવા માંગુ છું કે જે કાયદાને અમે જ કડક કર્યો છે, તેને કોઇ પણ કિંમતે નબળો નહી પડવા દેવામાં આવે. વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ જ્યારે પણ ચૂંટણી આવે છે તો અનામત્તનો અંત કરવાની વાત કહીને દલિતોને અમારી વિરુદ્ધ ભડકાવે છે. મોદીએ કહ્યું કે, કોંગ્રેસ માત્ર લોકોની વચ્ચે ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. 

કોંગ્રેસનાં રાજમાં થયું દલિતોનું અપમાન
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર હૂમલો કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર ખોટુ બોલી શકે છે, ભ્રમ ફેલાવી શકે છે. ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવો જ કોંગ્રેસનું કામ થઇ ગયું છે. કોંગ્રેસ ભાઇને ભાઇ સાથે લડાવી રહ્યું છે. કોંગ્રેસ નથી ઇચ્છતી કે દલિતો મુખ્ય ધારા સાથે જોડાય. આ દરમિયાન મોદીએ આંબેડકરનાં રાજીનામાનો ઉલ્લેખ કર્યો જે તેમણે નેહરૂનાં મંત્રીમંડળ સાથે કર્યું હતું. મોદીએ કહ્યું કે, આંબેડકર યોગ્ય હોવા છતા પણ તેને કોઇ પણ કમિટીમાં સ્થાન નહોતું આપ્યું. હું આજે કોંગ્રેસને પડકાર ફેંકુ છું કે કોઇ એક કામ ગણાવે જે તેમણે બાબા સાહેબ માટે કર્યું હોય.  જવાબનાં નામે માત્ર ખોટું જ બોલવામાં આવશે. નેહરૂએ રાજીવ ગાંધીની સરકાર સુધી તમામ કોંગ્રેસીઓને ભારત રત્ન આપવામાં આવ્યું, પરંતુ આંબેડકરને નહોતું આપવામાં આવ્યું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news